ટૂટીંગ ખાતે બાળકોના ઉત્કર્ષ અને સંસ્કાર સિંચનનું કાર્ય કરતી સંસ્થા ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રૂપને તાજેતરમાં એક ટૂટીંગ બેક ખાતે યોજાયેલા એક સમારોહમાં સમુદાયની સેવાઓ માટે બાલમ અને ટૂટિંગ કોમ્યુનિટી એવોર્ડ એનાયત કરાયો હતો. જ્યારે સંસ્થાના સ્થાપક ડૉ. આશિષ પટેલને કોમ્યુનિટી હીરો એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ ગૃપ હિંદુ ધર્મ અને ગુજરાતી ભાષાના વર્ગો સ્થાનિક સમુદાયના બાળકો સુધી પહોંચાડે છે. ટૂટીંગ બાલ સંસ્કાર ગૃપ દ્વારા 11મી માર્ચે હિન્દુ તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવી હતી.
ડૉ. આશિષ પટેલે જણાવ્યું હતું કે, “આ પ્રસંગે બાળકોએ પ્રાર્થના કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. બાળકો અને માતા-પિતાએ પરંપરાગત ભારતીય રમતોમાં ભાગ લીધો હતો તેમજ પીઝા, જલેબી, સમોસા અને પીણાંનો લાભ લીધો હતો. અંતે સૌએ એક બીજા પર રંગ નાંખી અનિષ્ટ પર સારપની જીતનું પ્રતીક હોળી પર્વની ઉજવણી કરી હતી.