ટૂટીંગ બાલ સંસ્કાર ગ્રુપના બાળકોએ તાજેતરમાં વાર્ષિક દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બાળકોએ પ્રાર્થના, શ્લોક અને નૃત્ય પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને વર્ષ દરમિયાન યોજાયેલ પ્રવૃત્તિઓનો સ્લાઇડ શો રજૂ કરાયો હતો.

મુખ્ય અતિથિઓ જીજ્ઞેશ પટેલ અને પ લ્લવીબેન પટેલે તમામ વાલીઓને ટૂટીંગ બાલ સંસ્કાર જૂથ દ્વારા પ્રદાન કરવામાં આવેલ અદ્ભુત પ્લેટફોર્મનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. દરેક બાળકે પોતાના શિક્ષણ વિશે વ્યક્તિગત પ્રેઝન્ટેશન આપ્યું હતું. તો જોડાયેલા તમામ 28 બાળકોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. વાલીઓએ બાળકોમાં આવેલા જબરદસ્ત પરિવર્તન વિશે પ્રતિભાવો આપ્યા હતા. ઉજવણી દરમિયાન શિસ્ત, સમયની પાબંદી અને હાજરીના મહત્વ પર પ્રકાશ પાડી તેની પ્રશંસા કરવામાં આવી હતી.

અમૂલ્ય યોગદાન બદલ તમામ શિક્ષકો, વાલીઓ, સ્વયંસેવકો અને દાતાઓનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. ભારતીય રાષ્ટ્રગીત પછી આશ્રયનુ પદ ગાઇને તથા સ્વાદિષ્ટ રાત્રિભોજનનો આનંદ માણી સૌ વિદાય થયા હતા. કાર્યક્રમના અંતે બાળકો અને વાલીઓએ ગરબા રજુ કર્યા હતા.

LEAVE A REPLY