કોરોનાવાયરસ રોગચાળાના કારણે દેશની હાલત કફોડી થઇ છે ત્યારે કી-વર્કર અને વિશાળ સમુદાયને સહાય કરવા માટે ઉદ્યોગસાહસિક અને પરોપકારી બિઝનેસમેન ટોની મથારુ દ્વારા એક નવી પહેલ તરીકે ‘હીયર ટુ હેલ્પ લંડન’ પ્રોજેક્ટની રચના કરવામાં આવી છે. ‘હીયર ટુ હેલ્પ લંડન’ને હેન્ડ્સફ્રી ગ્રુપ, બ્લુ ઓર્ચીડ હોટેલ્સ, ઇન્ટિગ્રેટી ઇન્ટરનેશનલ ગ્રુપ અને ગ્લોબલ હોસ્પિટાલિટી સર્વિસીસ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે.
‘હીયર ટુ હેલ્પ લંડન’ દ્વારા લંડનના કી એનએચએસ વર્કરને અને અન્ય લોકોને સુરક્ષીત અને સ્વતંત્ર રહેવાની સવલત, ગ્રોસરી અને તેની ડિલિવરી, 24×7 હેલ્પલાઇન, સાબુ અને હેન્ડવોશ વિતરણ, નિશુલ્ક ઇંડા, પુસ્તક વિતરણ, ઓનલાઇન થેરાપી અને વેલબીઇંગ સપોર્ટ આ અગાઉથી આપવામાં આવે છે. સેન્ટ્રલ લંડનની હોસ્પિટલોમાં ઇસ્ટર માટે મફત પેનકેક્સ પહોંચાડવાની તૈયારી કરવામાં આવી છે. તેમજ ઓનલાઇન ટ્યુટોરિયલ્સ અને વર્ચ્યુઅલ ડીબેટ્સ માટે પણ મદદ કરવામાં આવે છે.
આ પહેલમાં થયેલી પ્રગતિ અંગે ટોનીએ જણાવ્યું હતું કે, “ત્રણ અઠવાડિયા પહેલા મેં લંડનના સમુદાય અને ખાસ કરીને લંડનના કી વર્કરને મદદ કરવા માટે મારાથી બનતી બધી મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. મને જાણ કરતા આનંદ થાય છે કે અમે 3,500 રૂમ નાઇટ, એનએચએસને સેવા આપતા લોકો, કી વર્કર, સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સૂચવાયેલા લોકો અને નિષ્ણાત COVID-19 કોન્ટ્રેક્ટર્સ, સેલ્ફ આઇસોલેટ થયેલા લોકો, અટવાયેલા વિદેશી નાગરીકોને અમે ભોજનની 20,000થી વધુ ડીશ આપવામાં સફળ થયા છીએ. હું રહેવા, કામ કરવા, મુલાકાત લેવા અને રોકાણ કરવા માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે લંડનના વકીલ તરીકેની ભૂમિકા અદા કરૂ છું. મને વિશ્વાસ છે લંડન આ મુશ્કેલીમાંથી પણ બહાર આવી પોતાની પ્રગતિ ચાલુ રાખશે.”
પોતાના દેશ પાછા ફરવા માટે અસમર્થ હિનીયા ડી પેઆઆ અને હોઝ અલેજાન્ડ્રો અલ્વેરેઝે જણાવ્યુ હતુ કે “અમે લંડનમાં ફસાઇ ગયા હતા. ડોમિનિકન દૂતાવાસે અમને બ્લુ ઑર્ચિડ હોટેલ્સમાં મોકલતા અમે જાણે ઘરે પહોંચી ગયા હોય તેવો અહેસાસ થયો. કપરા સમયમાં પણ સુવિધા અને કર્મચારીઓએ સરસ સહયોગ આપ્યો હતો.”
‘હીયર ટુ હેલ્પ લંડન’ના નેટવર્કમાં પણ ઝડપથી વિકાસ થયો છે. વિવિધ સેવાઓની શ્રેણી અને સંખ્યામાં સતત વધારો થયો છે અને તેમાં હવે સમરિટન્સ, વેસ્ટમિંસ્ટર સિટી કાઉન્સિલ, જુનિયસ, એકેડેમી ઑફ આઇડિયાઝ, સેન્ટો અલ્લા ટોરે, સિગ્નેચર બ્રૂ, ઑપ્ટિમાઇઝર, સ્ટે હોમ ફોર વ્હાઇલ અને કેટલાક લંડન બિઝનેસ ઇમ્પ્રુવમેન્ટ ડિસ્ટ્રીક્ટ્સ મદદરૂપ થઇ રહ્યા છે.
ટોનીએ ઉમેર્યું હતુ કે “હીયર ટુ હેલ્પ લંડન’ પ્રખર અને સેવાભાવી સ્વયંસેવકો અને ભાગીદારો વગર શક્ય બન્યો ન હોત. હું તેમનો, અમારી ટીમના લોકો કે જેમણે વિચારને અંકુરિત, વિકાસ અને પ્રતિસાદ આપવા માટે સક્ષમ બનાવ્યો તેમનો આભાર માનું છું.
વધુ માહિતી માટે : heretohelplondon.com