CBI Director General, Tony Danker (Photo by Christopher Furlong/Getty Images)

યુકેના સૌથી મોટા બિઝનેસ ગ્રૂપમાંના એક કન્ફેડરેશન ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી (સીબીઆઈ)ના વડા ટોની ડેન્કરને કામ પર મહિલા કર્મચારી સાથેની ગેરવર્તણૂક અંગેની ફરિયાદોને કારણે બરતરફ કરવામાં આવ્યા છે. CBIના અન્ય ત્રણ કર્મચારીઓને પણ આરોપોની વધુ તપાસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસનો સંપર્ક પણ કરાઇ રહ્યો છે અને CBI કોઈપણ પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે.

ડેન્કર સામે માર્ચમાં તપાસ હાથ ધરાઇ હતી અને તેમના વ્યવહાર અંગે તેમણે અગાઉ માફી માંગી હતી અને કહ્યું હતું તેમણે અજાણતામાં વ્યવહાર કર્યો હતો. ગયા અઠવાડિયે, ગાર્ડિયન અખબારે 2019માં સમર બોટ પાર્ટીમાં બળાત્કારના આરોપ સહિત CBI કર્મચારીઓ સામે જાતીય ગેરવર્તણૂકના દાવાઓની જાણ કરી હતી.

CBIએ કહ્યું હતું કે “ટોની ડેન્કરને તેમની વિરુદ્ધ કામના સ્થળે ગેરવર્તણૂકની ચોક્કસ ફરિયાદોની સ્વતંત્ર તપાસ પછી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે છે. તેમનું વર્તન ડાયરેક્ટર જનરલની અપેક્ષા કરતા ઓછું હતું.”

લોબી ગ્રૂપે તેના જાહેર કાર્યક્રમો મુલતવી રાખ્યા છે અને મિસ્ટર ડેન્કરની અલગ તપાસ કરવા માટે લો ફર્મ, ફોક્સ વિલિયમ્સને હાયર કરી છે.

LEAVE A REPLY