GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સમાં ઉપસ્થિતો મહેમોનાને સંબોધન કરતા એશિયન મીડિયા ગ્રુપ (AMG)ના મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘’જાહેર અને ખાનગી ક્ષેત્રની અગ્રણી સંસ્થાઓએ વંશીય લઘુમતીઓને તેમના બોર્ડરૂમમાં વધુ આકર્ષિત કરવાની જરૂર છે.’’

ડિસેમ્બર 2023 માં, યુકેની ટોચની 50 સૌથી મોટી ખાનગી કંપનીઓમાંથી માત્ર 44 ટકા કંપનોના બોર્ડમાં ઓછામાં ઓછા એક વંશીય લઘુમતી ડિરેક્ટર હતા, જ્યારે FTSE 100 કંપનીઓના 96 ટકા અને FTSE 250માં 70 ટકા હતા.

શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે, “આપણે દેશભરમાં જાહેર અને ખાનગી ક્ષેત્રની અગ્રણી સંસ્થાઓના બોર્ડરૂમમાં તપાસ કરીએ છીએ ત્યારે આપણને બહુ રંગીન ચહેરાઓ દેખાતા નથી. વિવિધ પ્રતિભાઓને, ખાસ કરીને વરિષ્ઠ હોદ્દા પર રોજગારી આપવાની તમામ દલીલો કરવામાં આવી છે. તો આપણે નેતાઓને તેમની સંસ્થાઓ અને આપણા સમાજ પર અસર કરવા માટે કેવી રીતે સમજાવી શકીએ? કદાચ તે સંસ્થાઓ પર પ્રકાશ પાડવાનો સમય આવી ગયો છે કે તે પ્રગતિ કરી રહી છે અને જે નથી કરતી. અને વંશીય પ્રતિભા માટે તેમના ભાવિ એમ્પલોયરને પસંદ કરવામાં વધુ સમજદાર બનવા માટેની જરૂર છે.’’

સોલંકીએ ઉમેર્યું હતું કે “આપણે વધુ ન્યાયી અને સમાન સમાજ બનાવવાની જરૂર છે. આપણા જીવનના ઘણા પાસાઓમાં વંશીય અસમાનતાઓ છે. આથી જ આપણે આ અસમાનતાઓને દૂર કરવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ અને વધુ ન્યાયી અને સમાન સમાજનું નિર્માણ કરવું જોઈએ જ્યાં તકો બધા માટે ઉપલબ્ધ હોય, અને આપણી ત્વચાના રંગના આધારે નહીં. આપણે વંશીય સમુદાયો માટે અસ્તિત્વમાં રહેલા પગારના તફાવતને સંબોધિત કરવાની જરૂર છે અને આવી સંસ્થાઓને જાહેર કરવાની જરૂર છે જેઓ તેમના શ્વેત સમકક્ષો કરતાં વંશીય પ્રતિભાને ઓછો પગાર ચૂકવવાનું પસંદ કરે છે.”

તેમણે કહ્યું હતું કે, “જ્યારે અસમાનતા અને જાતિવાદના ઘણા ઉદાહરણો છે, ત્યાં સફળતાના પણ ઘણા ઉદાહરણો છે જ્યાં ઇમિગ્રન્ટ્સે આપણા જીવનને એકીકૃત અને ઉન્નત કર્યું છે.”

સોલંકીએ બ્રિટિશ એશિયનો દ્વારા રાજકારણમાં મળેલી સફળતાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જો તકો આપવામાં આવે તો વંશીય લઘુમતીઓ શું પ્રાપ્ત કરી શકે છે.’’

તેમણે બ્રિટિશ ભારતીય વડા પ્રધાન ઋષિ સુનક; મેયર સાદિક ખાન (લંડન) અને સ્કોટલેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર હુમઝા યુસુફ અને સ્કોટિશ લેબર પાર્ટીના નેતા અનસ સરવર જેઓ પાકિસ્તાની વારસાના છે તેની નોંધ લીધી હતી.

શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે ‘’આ પુરસ્કારો વૈવિધ્યસભર અને ખરેખર સમાવિષ્ટ કાર્યબળ અને ચેમ્પિયન વિવિધતા તરફ કામ કરતી સંસ્થાઓને માન્યતા આપવા વિશે છે. આપણે વંશીય જજોને કાયદાના શાસનને સમર્થન આપતા જોઈએ છીએ; સર્જનો ગ્રાઉન્ડ બ્રેકિંગ ઓપરેશન કરે છે; સંશોધકો ઇલાજ માટે ઉકેલો શોધે છે; અમને શિક્ષિત કરવામાં મદદ કરતા પ્રોફેસરો; અને NHSના હૃદયમાં ડોકટરો અને નર્સો તેના ઉદાહરણ છે. આ સાંજ આ સફળતાઓને ઓળખવા અને તેની ઉજવણી કરવા વિશે છે.’’

LEAVE A REPLY