(Getty Images)

કથિત ડર્ટી વીડિયો ક્લિપના વિવાદ વચ્ચે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે ગયા વર્ષે અવિશ્વાસ દરખાસ્ત મારફત તેમની બંધારણીય પદ પરથી તેમની હકાલપટ્ટી કરાઈ હતી તે પહેલા નિવૃત્ત આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ તેમની છેલ્લી બેઠક દરમિયાન તેમને “પ્લેબોય” કહ્યા હતા.

લાહોરમાં પોતાના નિવાસસ્થાને મીડિયા સાથે વાતચીત કરતાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે ઑગસ્ટ 2022માં જનરલ બાજવા સાથેની મીટિંગમાં તેમણે મને કહ્યું હતું કે તેમની પાસે મારી પાર્ટીના માણસોના ઑડિયો અને વીડિયો છે. તેમણે મને એ પણ યાદ કરાવ્યું કે હું ‘પ્લેબોય’ હતો. મેં તેને કહ્યું…હા, હું ભૂતકાળમાં (એક પ્લેબોય) હતો અને મેં ક્યારેય એવો દાવો કર્યો ન હતો કે હું દેવદૂત છું,” ખાને જણાવ્યું હતું કે, તેમને શંકા હતી કે બાજવાએ તેમને સત્તામાંથી હાંકી કાઢવાનું મન બનાવ્યું છે.

ઈમરાન ખાને સવાલ કર્યો હતો કે, “ડર્ટી ઓડિયો અને વીડિયો દ્વારા આપણે યુવાનોને શું સંદેશ આપી રહ્યા છીએ?” ડર્ગી વીડિયો અને ઓડિયો માટે ઇમરાન ખાને સરકારને જવાબદાર ઠેરવી હતી. તાજેતરમાં ખાનની ત્રણ કથિત ઓડિયો ક્લિપ પણ લીક થયેલી હતી. બીજી તરફ ગૃહપ્રધાન રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે, આ ઓડિયો ક્લિપ્સ સાચી છે. આવી બીજી વીડિયો ક્લિપ આગામી દિવસોમાં સામે આવી શકે છે.

ઇમરાન ખાને કહ્યું કે, બાજવાનું સૈન્યમાં સેટઅપ હજુ પણ મને સત્તામાં પાછા આવવાથી રોકવા માટે સક્રિય છે. ગયા વર્ષે નવેમ્બરમાં પંજાબ પ્રાંતમાં એક રેલી દરમિયાન પગમાં ગોળી વાગી તેના લીધે ખાને તેણે જનરલ બાવાજાને એક્સટેન્શન આપવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. ઈમરાન ખાને કહ્યું- જનરલ બાજવાને એક્સટેન્શન આપવું મારી મોટી ભૂલ હતી. ઈમરાન ખાને બાજવા પર પ્રહાર કરતા કહ્યું- “એક્સટેન્શન મળ્યા પછી, બાજવાએ પોતાનો ‘અસલી રંગ’ બતાવવાનું શરૂ કર્યું અને અંતે જવાબદારીના મુદ્દે મારી સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચ્યું.”

LEAVE A REPLY