ચાર રાજ્યમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજય પછી રવિવારે રાત્રે દિલ્હીમાં પાર્ટીના હેડક્વાર્ટર ખાતે કાર્યકરોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને ચેતવણી આપી હતી કે તમારી કાર્યપદ્ધતિ સુધારો, નહીંતર જનતા તમને હાંકી કાઢશે. વડાપ્રધાને ત્રણ રાજ્યોના આજના પરિણામોને 2024માં હેટ્રિકની ગેરંટી ગણાવ્યા હતાં. આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સતત ત્રીજી વખત સત્તા પર હાંસલ કરવાનો પ્રયાસ કરશે.
મોદીએ કહ્યું હતું કે આજની જીત ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે… સબકા સાથ, સબકા વિકાસની ભાવનાની જીત થઈ છે.. વિકસિત ભારત’ના આહ્વાનની જીત થઈ છે..કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે આ હેટ્રિકએ 2024ની જીતની ગેંરટી આપી છે. આજનો જનાઆદેશ સાબિત કરે છે કે લોકો ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને વંશવાદી રાજકારણ માટે શૂન્ય સહનશીલતા ધરાવે છે.
વિપક્ષ પર પ્રહાર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે રવિવારના ચૂંટણી પરિણામો કોંગ્રેસ અને તેમના ઘમંડિયા (અહંકારી) જોડાણ માટે એક મોટો બોધપાઠ છે. ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશને ભારે સમર્થન મળી રહ્યું છે… જે પક્ષો અને નેતાઓને ભ્રષ્ટાચારીઓની સાથે ઊભા રહેવામાં કોઈ શરમ નથી… તેઓને મતદારો તરફથી સ્પષ્ટ ચેતવણી મળી રહી છે. આજનું પરિણામ એ શક્તિઓ કે જે વિકાસની રાજનીતિની વિરુદ્ધ છે તેમને ચેતવણી છે. કોંગ્રેસ અને તેમના ઘમંડી (અહંકારી) જોડાણ માટે આ એક મોટો પદાર્થપાઠ છે