પાંચ રાજ્યોમાં કારમી હાર પછી કોંગ્રેસ પર પડતા પર પાટુ મારતો હોય તેમ ટીએમસીએ તેનામાં કોંગ્રેસને વિલીન થઈ જવાનું અને મમતા બેનરજીના વડપણ હેઠળ ભાજપને લડત આપવાની સલાહ આપી હતી. આનાથી અકળાયેલી કોંગ્રેસે ટીએમસીને ભાજપની સૌથી મોટી એજન્ટ ગણાવી દીધી હતી. ટીએમસીના મહામંત્રી ફિરહાદ હાકીમે જણાવ્યું હતું કે ભાજપ સામે કેવી રીતે લડત આપવી તે ટીએમસીએ બતાવ્યું છે. તેથી કોંગ્રેસ ટીએમસીમાં ભળી જાય અને મમતા બેનરજીના વડપણ હેઠળ ભાજપને લડત આપે તેનો સમય થઈ ગયો છે. ટીએમસીના નેતા કુણાલ ઘોષે પણ સુર પુરાવતા કહ્યું હતું કે અમે લાંબા સમયથી કહી રહ્યાં છીએ કે કોંગ્રેસ તેના હાલના સ્વરૂપમાં ભાજપને લડત આપવાની સ્થિતિમાં નથી.