ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના કેપ્ટન ટીમ પેઈને એશીઝ સીરિઝ પહેલા જ ટીમના સુકાનીપદેથી રાજીનામુ આપ્યું છે. તેની સામે એક યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ મુકાયો છે. 2017માં ટીમ પેઈને એક યુવતીને પોતાનો અશ્લીલ ફોટો મોકલ્યો હતો. તે સિવાય તેણે યુવતીને ગંદા મેસેજ પણ મોકલ્યા હતા.
સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા પછી પેઈને સુકાનીપદેથી રાજીનામુ આપવું પડ્યું હતું. તાજેતરમાં 17 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ સામે રમાનારી એશીઝ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમનું સુકાનીપદ તેને જ સોંપાયું હતું. પણ સેક્સટિંગ સ્કેન્ડલ પછી તેના બદલે પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટનું સુકાનીપદ સોંપાયું છે.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રોફ્ટ બોલ ટેમ્પરિંગ કાંડમાં ફસાયા પછી સાફ સુથરી છબિ ધરાવતા ટીમ પેઈનને ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન બનાવાયો હતો. ગયા સપ્તાહે હોબાર્ટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં તેણે ટીમની ટેસ્ટ કેપ્ટનશિપમાંથી રાજીનામુ આપી દીધું હતું. તેને માર્ચ 2018માં ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.