ચીનની બાઇટડાન્સ ભારત ખાતેના તેના ટિકટોક બિઝનેસનું તેની હરીફ કંપની ગ્લાન્સને વેચવાની વિચારણા કરી રહી હોવાનું માનવામાં આવે છે, એમ શનિવારે બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું હતું.
સૂત્રોને ટાંકીને આ અહેવાલમાં જણાવાયું હતું કે જાપાનના સોફ્ટબેન્ક ગ્રૂપ કોર્પે આ મંત્રણા ચાલુ કરી છે અને તે પ્રારંભિક તબક્કે, ખાનગી અને જટિલ છે. ગ્લાનની માલિક કંપની મોબાઇલ એડવર્ટાઇઝિંગ ટેકનોલોજી કંપની ઇનમોબી છે, જે શોર્ટ વિડિયો એપ રોપોસો ધરાવે છે. ટિકટોક પર પ્રતિબંધ બાદ આ એપની લોકપ્રિયતામાં વધારો થયો હતો.
જૂનમાં ભારત સરકારે ઘણી ચાઇનીઝ મોબાઇલ App પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં લોકપ્રિય શોર્ટ વિડિયો એપ TikTok પણ શામેલ હતી. સરકારના કડક વલણને ધ્યાનમાં રહેતા ભારતમાં TikTok ફરી શરૂ થાય તેવી કોઇ શક્યતા હાલ દેખાતી નથી. આથી TikTokની મૂળ માલિકી કંપની બાઇટડાન્સ લિમિટેડ હવે TikTokની ભારતીય એસેટ્સ વેચવા માટે હરિફ કંપની ગ્લાન્સ સાથે વાતચીત કરી રહી છે. TikTok ઇન્ડિયાની એસેટ્સ માટે જાપાનના સોફ્ટબેન્ક ગ્રૂપ કોર્પોરેશન કાંગ્લોમેરેટ એ વાતચીત આરંભી દીધી છે. સોફ્ટબેન્કની ગ્લાન્સની પેરેન્ટ કંપની InMobi Pte અને TikTokની પેરન્ટ કંપની બાઇટડાસમાં હિસ્સેદારી છે. સોફ્ટબેન્ક અને બાઇટડાંન્સે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.