ઇંગ્લેન્ડના ટિયર-4 વિસ્તારો માટે, સ્ટે-એટ-હોમ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે, જેમને નોકરી અથવા શિક્ષણ માટે મુસાફરી કરવી હશે તેમને જ મુક્તિ આપવામાં આવી છે. સોશ્યલ મીક્સીંગમાં કાપ મૂકવામાં આવ્યો છે અને માત્ર એક જ વ્યક્તિને ખુલ્લામાં આવેલા જાહેર સ્થળે મળી શકાશે. સિવાય કે તમે તેમની સાથે રહેતા હો અથવા તેઓ તમારા હાલના સપોર્ટ બબલનો ભાગ હોય. હેરડ્રેસર, નેઇલ બાર્સ, ઇન્ડોર જીમ અને લેઝર સુવિધાઓ સાથેના તમામ નોન-એસેન્શીયલ રિટેલ તેમજ ઇન્ડોર મનોરંજન સ્થળો બંધ કરવામાં આવશે. અન્ય વિસ્તારના લોકોને ટિયર-4 વિસ્તારમાં મુસાફરી ન કરવા સલાહ આપવામાં આવી છે.
લોકોએ ટિયર 4 વિસ્તારોમાં પ્રવેશ કરવાનો રહેશે નહિં કે ત્યાંથી લોકો બહાર નીકળી શકશે નહિં કે વિદેશ યાત્રા કરી શકશે નહિં. જે લોકો ટિયર 4 વિસ્તારમાં રહે છે તેઓ પોતાના ઘરથી રાતભર દૂર રહી શકશે નહિં. કેટલાક અપવાદો સિવાય ટિયર – 4 વિસ્તારોમાં રહેતા લોકોએ ઘરે રહેવું આવશ્યક છે. આ પ્રતિબંધો મોટેભાગે નવેમ્બરમાં દેશભરમાં લાદવામાં આવેલા રાષ્ટ્રીય પ્રતિબંધોના જેવા હશે.
જીમ અને ઇન્ડોર સ્વિમિંગ પુલ, ઇન્ડોર સ્પોર્ટ્સ કોર્ટ અને ડાન્સ સ્ટુડિયો બંધ કરાશે. અપવાદરૂપ સંજોગો સિવાય લગ્ન અને સિવિલ પાર્ટનરશીપના કાર્યક્રમોની મંજૂરી અપાશે નહિં.
કઇ પ્રવૃત્તિઓ હજૂ મંજૂર છે:
લોકો ખુલ્લામાં આવેલા જાહેર સ્થળે બીજા ઘરના અન્ય એક વ્યક્તિને મળી શકે છે. ખોરાક અને દવા જેવી દુકાનોમાંથી (જે હજી પણ ખુલ્લી છે) વસ્તુઓ ખરીદી શકશે. સપોર્ટેડ બબલ્સને નવા નિયમોની અસર થશે નહિં. તેમાં છૂટા પડેલા પતિ-પત્ની અને તેમના બાળકોને છૂટ આપવામાં આવી છે. આઉટડોર પૂલ, રમતનાં મેદાન, સ્પોર્ટ્સ કોર્ટ્સ, ગોલ્ફ કોર્સ અને રેસ કોર્સ ખુલ્લા રહી શકે છે. નોકરી, શિક્ષણ, તાલીમ, બાળ સંભાળ અને મેડિકલ એપોઇન્ટમેન્ટ્સ અને ઇમરજન્સી માટે ઘરેથી નીકળી શકશે. ધાર્મિક પૂજા કરી શકાશે.
ક્રિસમસ સમયે કોરોનાવાયરસના નિયમોમાં અગાઉ આપેલી છૂટછાટને ટિયર ફોર વિસ્તાર માટે રદ કરવામાં આવી છે. લોકોને ફક્ત તેમના પોતાના ઘરના સભ્યો અને સપોર્ટ બબલ્સ સાથે જ ક્રિસમસની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે. ક્રિસમસ દરમિયાન, ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે મુસાફરી પર પ્રતિબંધ રહેશે.
ટિયર 3 પ્રતિબંધો
તમે ઘરની અંદર, ખાનગી બગીચામાં અથવા મોટાભાગના આઉટડોર સ્થળોમાં, તમારા ઘરના અથવા બબલ સિવાયના લોકો સાથે ભળી શકતા નથી. તમે અન્ય આઉટડોર જગ્યાઓ જેવા કે ઉદ્યાનો, દરિયાકિનારા અથવા કન્ટ્રીસાઇડે છ જેટલા જૂથમાં મળી શકો છો. દુકાનો, જીમ અને વ્યક્તિગત સંભાળ સેવાઓ (જેમ કે હેરડ્રેસીંગ) ખુલ્લા રહી શકે છે. સ્વિમિંગ પૂલ, બાર, પબ્સ, કેફે અને રેસ્ટૉરન્ટ્સ બંધ રહેશે અને તેઓ ડિલિવરી અને ટેકઅવે જ ચલાવી શકાશે. બબલ્સમાં ભળ્યા વિના સામૂહિક પૂજા થઈ શકે છે. નાના લગ્ન સમારંભો થઈ શકે છે, પરંતુ રિસેપ્શનને મંજૂરી નથી. ચાહકો સ્ટેડિયમમાં જઇ શકતા નથી. બોલિંગ એલીઝ, સિનેમાઘરો જેવા ઇન્ડોર મનોરંજન સ્થળો બંધ રાખવા આવશ્યક છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટિયર-થ્રી વિસ્તારોમાં ન જઇ શકે. ક્રિસમસ ડે બબલ્સ હોવા છતાં કોઈપણ ટિયર ફોરમાં જઇ શકશે નહી.
ટિયર 2 પ્રતિબંધો
તમે તમારા ઘરના અથવા બબલના સભ્યો સિવાય કોઈની સાથે ઘરની અંદર હળીમળી શકતા નથી. તમે ખાનગી બગીચામાં અથવા જાહેર સ્થળે બહારના છ લોકો સાથે જૂથમાં મળી શકો છો. દુકાનો, જિમ અને વ્યક્તિગત સંભાળ સેવાઓ (જેમ કે હેરડ્રેસીંગ) ખોલી શકાશે. ભોજન સાથે દારૂ પીરસવામાં આવતો હોય તો જ પબ્સ અને બાર ખોલી શકાય છે અને રાત્રે 10 વાગ્યે છેલ્લા ઓર્ડર લેવાના રહેશે અને રાત્રે 11 કલાકે તે બંધ કરવા પડશે. સ્ટેડિયમમાં રમતગમતના કાર્યક્રમોમાં 2,000 જેટલા દર્શકો અથવા ક્ષમતાના 50% લોકો (જે પણ ઓછા હોય તે) ભાગ લઈ શકે છે. પ્રતિબંધો સાથે સામૂહિક પૂજા, લગ્ન અને બહારની રમતગમત થઈ શકે છે. ક્વોરેન્ટાઇનના નિયમનું પાલન કરવા સાથે બિન-આવશ્યક વિદેશી મુસાફરીની મંજૂરી છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટિયર 3 કે 4ના વિસ્તારોમાં ન જાય અને બબલ્સમાં હોય તો પણ ટાયર ફોરમાં ક્રિસમસ ડેના રોજ શામેલ થઇ શકતા નથી.
ટિયર 1 પ્રતિબંધો
સૌથી નીચલા ટિયરમાં કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. રૂલ્સ ઓફ સિક્સનો નિયમ ઘરની અંદર અને બહાર લાગુ પડશે. સ્ટેડિયમમાં રમતગમતના કાર્યક્રમોમાં 4,000 જેટલા દર્શકો અથવા ક્ષમતાના 50% લોકો (જે પણ ઓછા હોય તે) ભાગ લઈ શકે છે. ફક્ત આઇલ ઑફ વાઈટ, કૉર્નવૉલ, આઇલ્સ ઑફ સીલી અને હરફોર્ડશાયર હાલમાં ટિયર-1 હેઠળ છે. તેઓ ટિયર 3 કે 4ના વિસ્તારોમાં ન જાય અને બબલ્સમાં હોય તો પણ ટાયર ફોરમાં ક્રિસમસ ડેના રોજ શામેલ થઇ શકતા નથી.
વેલ્સમાં કયા નિયમો છે?
વેલ્સે નવા રાષ્ટ્રીય લોકડાઉનમાં પ્રવેશ કર્યો છે. લેવલ ચારના પગલાં મૂળ રૂપે તા. 28 ડિસેમ્બરથી અમલમાં આવવાના હતા, પરંતુ તેનો વહેલા અમલ કરાયો છે. ક્રિસમસના દિવસે જ બે કરતાં વધુ ઘરના લોકો બબલ્સમાં મળી શકશે.
લેવલ ફોરનો અર્થ એ છે કે: લોકોએ ઘરે રહેવું પડશે. ખૂબ મર્યાદિત હેતુઓ સિવાય લોકોએ અન્ય ઘરોની મુલાકાત લેવી જોઈએ નહીં. સિવાય કે તેઓ સાથે રહેતા હોય. ઘણા પ્રકારનાં વ્યવસાયો બંધ કરાશે. વેડીંગ રિસેપ્શન કે વેક્ઝને મંજૂરી નથી. લોકોએ બને તો ઘરેથી કામ કરવું, વાજબી કામ વગર મુસાફરી કે વિદેશની મુસાફરી ન કરવી.
કાર્યક્રમ સ્થળો, કોન્ફરન્સીસ, થિયેટરો અને કોન્સર્ટ હોલ, ઇન્ડોર અને આઉટડોર વિઝીટર્સ એટ્રેક્શન્સ, મનોરંજન સ્થળો, સ્પોર્ટ્સ કોર્ટ્સ, ગોલ્ફ કોર્સ, લેઝર અને ફિટનેસ સુવિધાઓ બંધ રાખવામાં આવશે. જો જરૂરી હોય તો જ નોકરી માટે કે અન્ય કારણોસર હોલીડે એકોમોડેશનની મંજૂરી આપવામાં આવશે.
હોસ્પિટાલીટી (ટેકઅવે અને ડીલીવરી સિવાય), ક્લોઝ કોન્ટેક્ટ સેવાઓ, નોન-એશેન્શીયલ રિટેલ બંધ રહેશે. લાયસન્સ પ્રિમાઇસીસ ટેકઅવે અને ડિલિવરી ફક્ત સવારે 6 અને રાતના 10 વચ્ચે કરી શકશે.