Interest rate hiked for the sixth consecutive time in India
(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બુધવારે મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સહિતની અગ્રણી બેન્કોને બોંબથી ઉડાવી દેવાની ધમકીના મામલામાં વડોદરામાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ટેકનિકલ ઈનપુટ્સના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વડોદરાના મોહમ્મદ અરશિલ મોહમ્મદ ઈકબાલ ટોપલા (27)ની ધરપકડ કરી હતી.ઈકબાલ ટોપલાએ સેન્ટ્રલ બેંકને ધમકીનો મેલ મોકલવા માટે ઈમેલ આઈડી બનાવ્યું હતું. તેની પાસે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) ડિગ્રી છે અને તે શેર માર્કેટ ટ્રેડિંગમાં કામ કરે છે. તેની પૂછપરછ બાદ, ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ આદિલ ભાઈ રફીક ભાઈ મલિક (23) અને વસીમરાજા અબ્દુલરાઝાક મેમણ (35) – બંને વડોદરાના રહેવાસીઓની ધરપકડ કરી હતી, તેમણે ઉમેર્યું હતું કે તેઓને તેમની કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ આરોપીએ મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નવી સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગ, એચડીએફસી હાઉસ અને ICICI બેન્ક ટાવર સહિતના 11 સ્થળો પર બોંબબ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો ઇ-મેઇલ કર્યો હતો. જોકે આ તમામ સ્થળો પર પોલીસની તપાસમાં કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. સવારે 10.50 વાગ્યે આરબીઆઈ ગવર્નરના ઈ-મેલ આઈડી પર [email protected] આઈડી પરથી ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો.

તેમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને RBI ગવર્નર શક્તિકાંત દાસના તાત્કાલિક રાજીનામા અને બેન્કિંગ કૌભાંડ વિશે સંપૂર્ણ નિવેદન બહાર પાડવાની માગણી કરાઈ હતી. પોલીસે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ (BDDS) કર્મચારીઓ સાથે ઈ-મેઈલમાં ઉલ્લેખિત તમામ સ્થળોની તપાસ કરી હતી, પરંતુ આ સ્થળોએ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આરબીઆઈના હેડ ગાર્ડની ફરિયાદને આધારે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો.

 

LEAVE A REPLY