ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસે જણાવ્યું છે કે, ફિક્સ એનર્જી બિલ ધરાવનારા લોકોને ઓટોમેટિક ડિસ્કાઉન્ટ મળશે ને તેમના ટેરિફમાં આપમેળે ઘટાડો જોવા મળશે અને લોકોને આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈ પગલાં લેવાની જરૂર નથી.
વડાં પ્રધાન લિઝ ટ્રસે જાહેરાત કરી હતી કે રહેણાંક મકાન ધરાવતા લોકોના એનર્જી બિલ બે વર્ષ માટે £2,500 પર મર્યાદિત રહેશે. ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું હતું કે રાણીના મૃત્યુ માટેના શોકની અવધિ નવી નીતિના રોલઆઉટને અસર કરશે નહિં. આ યોજના મુજબ, 1 ઓક્ટોબરથી ઘરો માટે ઊર્જાના ભાવની ગેરંટી લાગુ થશે.’’
આ યોજના પાછળ £150 બિલિયન સુધી ખર્ચ થઈ શકે છે.
તા. 8ને ગુરુવારની જાહેરાત પહેલાં, સામાન્ય ઘરોના બીલ વાર્ષિક £1,971થી વધીને £3,549 થવાના હતા. સ્કોટિશ પાવર નવા ભાવની જાહેરાત 19 સપ્ટેમ્બર સુધીમાં કરશે. એનર્જી સપ્લાયર ઇઓને જણાવ્યું હતું કે તેના ગ્રાહકોના ટેરિફમાં સરકારી યોજનાનો અમલ કરાશે અને ફિક્સ ટેરિફ પરના ગ્રાહકોએ તેમના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવાની જરૂર રહેશે નહીં.