આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજનું આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ ત્રીજું બ્રેકઅપ આપી રહ્યાં છે. ત્યારે આજે મુખ્યત્વે એગ્રીકલ્ચર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગોને લઈને જાહેરાત કરવામાં આવશે.
કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રૂા. એક લાખ કરોડનું ખાસ ભંડોળ ઉભુ કરાશેઃ દેશમાં કોલ સ્ટોરેજ ચેઇન તથા પાકની લલણી બાદ ગોડાઉન વગેરેની સુવિધા ઉભી કરવા, કૃષિ કોપ. સોસાયટી તથા ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઝેશન, એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ વગેરેને માટે રૂા. એક લાખ કરોડનું ખાસ ભંડોળ તાત્કાલીક ઉભુ કરાશે. જે ખેડૂતોને વ્યાજબી ભાવે આ સેવા પુરી પાડશે.
ક્લસ્ટર આધારીત નાના ફૂડ એકમો માટે 10 હજાર કરોડનું ભંડોળઃ કાશ્મીરમાં કેસર, આંધ્રપ્રદેશમાં મરચા, ઉત્તરપ્રદેશમાં કેરીની જેમ જુદા જુદા રાજ્યોની અલગ અલગ ખેત પેદાશોના ક્લસ્ટર આધારીત નાના ફૂડ એકમો માટે 10 હજાર કરોડનું ફંડ જાહેર કરાયું છે, બે લાખ નાના ફૂડ એકમોને લાભ મળશે, રોજગારીમાં પણ ફાયદો થશે, આવા એકમોને બ્રાન્ડ ઉભી કરવા તથા આધુનિકીકરણ માટે ફંડનો ઉપયોગ કરાશે.
મત્સ્ય ઉદ્યોગ માટે રૂા. 20 હજાર કરોડ પેકેજઃ દેશમાં મત્સ્ય ઉદ્યોગ માટે મછલી પાલન અને તેનું ઉત્પાદન વધારવા રૂા. 11 હજાર કરોડ અને કોલ્ડ સ્ટોરેજ અને માર્કેટીંગ માટે રૂા. 9 હજાર કરોડનું ભંડોળ ફાળવાશે, દેશમાં સી-ફૂડ નિકાસ રૂા. એક લાખ કરોડની કરવાનો લક્ષ્યાંક
પશુ વેકસીનેશન-સંવર્ધન માટે રૂા. 13343 કરોડઃ દેશમાં દુધાળા પશુઓને ફુટ એન્ડ માઉથ સહિતના જે રોગ થાય છે તેને નિયંત્રણમાં લાવવાના કાર્યક્રમ માટે રૂા. 13343 કરોડનું પેકેજ જાહેર થયું છે. જેમાં ભેંસ, ઘેટા, બકરી તથા પીગ જેવા પ3 કરોડ પશુઓનું 100 ટકા વેકસીનેશન થશે. અત્યાર સુધીમાં 1.પ0 કરોડ ગાય અને ભેંસનું વેકસીનેશન કરાયું છે.
ડેરી પ્રોડકટ પ્લાન્ટ માટે સહાય : ઇન્ફ્રાસ્ટ્રકચર માટે 15 હજાર કરોડઃ પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ પેકેજ અંતર્ગત પશુપાલન ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ ફંડ પેટે 1પ હજાર કરોડ ફાળવાયા છે. ડેરી પ્રોડકટ પ્લાન્ટ માટે સરકાર સહાય કરશે. લોન વ્યાજમાં પણ છુટ અપાશે.
હર્બલ ખેતી માટે યોજનાઃ હર્બલ ખેતીને પ્રોત્સાહન આપવા 4 હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું છે. ગંગા નદીના સ્ત્રાવ ક્ષેત્રમાં હર્બલ ખેતી કરાવીને સ્થાનિક ખેડૂતોને પાંચ હજાર કરોડની આવક ઉભી કરવાનું આયોજન.
મધમાખી ઉછેર માટે રૂા. 500 કરોડઃ દેશમાં મધમાખી ઉછેર વ્યવસાયને પ્રોત્સાહિત કરવા રૂા. 500 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મધમાખી ઉછેર કેન્દ્ર, મધ કલેકશન તથા માર્કેટીંગ અને સ્ટોરેજ કેન્દ્ર તથા વેલ્યુ એડીશન સુવિધા માટે આ રકમ ખર્ચાશે, ખાસ કરીને મહિલાઓ માટે આ ઉદ્યોગમાં પ્રોત્સાહન અપાશે જેનાથી બે લાખ મધમાખી ઉછેર કેન્દ્રો બનશે.
શાકભાજી અને ફળ ઉત્પાદકો માટે ટોપ ટુ ટોટલ રૂા. 500 કરોડની યોજનાઃ દેશમાં ટમેટા, ડુંગળી અને બટેટા માટે ઓપરેશન ગ્રીન યોજના અમલમાં છે. તેમાં હવે તમામ ફળો અને શાકભાજી સમાવી લેવામાં આવ્યા છે. દેશમાં શાકભાજી તથા ફળોના વધુ ઉત્પાદન કે અછત સમયે સપ્લાય ચેઇન ખોરવાઇ નહી અને ખેડૂતોને નુકસાન ન જાય તે માટે આ યોજના કામ કરશે. વધુ ઉત્પાદન કે અછત સમયે માર્કેટ ટ્રાન્સપોર્ટેશન માટે 50 ટકા સબસીડી, કોલ્ડ સ્ટોરેજ સહિતની સાચવણી માટે પ0 ટકા સબસીડી, હાલ આ યોજના છ મહિના માટે લાગુ કરાઇ છે.
આવશ્યક ચીજવસ્તુ ધારામાં સુધારો કરાશે : ખાદ્ય તેલો, તેલીબીયા, કઠોળ, ડુંગળી તથા બટેટા ડીરેગ્યુલેટ કરાશે
આવશ્યક ચીજવસ્તુ ધારા 19પપમાં સુધારો કરાશે. ખેડૂતોને ખેતપેદાશોના વધુ સારા ભાવ મળે તથા રોકાણ અને સ્પર્ધાત્મક વધે તે માટે કઠોળ, ખાદ્ય તેલો, તેેલીબીયા, ડુંગળી અને બટેટાને ડીરેગ્યુલેટ કરાશે. કુદરતી આફત કે દુષ્કાળ જેવા અપવાદરૂપ તબકકે જ સ્ટોક લીમીટ દાખલ કરાશે. નિકાસકાર કે પ્રોસેસર માટે સ્ટોક લીમીટ લાગુ નહી કરાઇ.
કૃષિ ઉત્પાદનો માટે આંતર રાજ્ય નિયંત્રણો દુર થશેઃ ખેડૂતોને હાલ તેના ઉત્પાદનો વેચવા માટે માન્ય માર્કેટીંગ યાર્ડમાં જવું ફરજિયાત છે તેમાં ખેડૂતોને યોગ્ય સ્પર્ધાત્મક ભાવ મળતા નથી તે દુર કરવા એગ્રીકલ્ચર માર્કેટીંગ રીફોર્મ આવશે. કેન્દ્રીય કાયદાના સુધારાથી ખેડૂતો તેના ઉત્પાદનો સ્પર્ધાત્મક ભાવે વેચી શકે તે માટે ઇન્ટર સ્ટેટ નિયંત્રણો દુર થશે. ઇ-ટેન્ડરીંગની પ્રક્રિયાનું ફ્રેમ વર્ક તૈયાર કરાશે.