ભારતીય પોલીસે ગુરુવારે (11) જણાવ્યું હતું કે, અમૃતસરમાં શીખોના પવિત્ર સ્થળ સુવર્ણ મંદિરની આસપાસના વિસ્તારમાં એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં ત્રીજા વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ ઓછી તીવ્રતાના હતા અને તેમાં કોઇ નુકસાન કે જાનહાની થઈ નથી. જોકે વિસ્ફોટનું કારણ જાણવા મળ્યું નથી.
પોલીસ અધિકારી નૌનિહાલ સિંહે જણાવ્યું હતું કે, “આ વિસ્તાર સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને ફોરેન્સિક ટીમ તેના પર કામ કરી રહી છે.” પોલીસે વધુ વિગતો આપ્યા વિના ઉમેર્યું હતું કે ગુરુવારે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉના બે વિસ્ફોટોમાં એક-એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. પોલીસે હજુ સુધી આ વિસ્ફોટોનું કોઈ કારણ જાહેર કર્યું નથી.અગાઉ સોમવારે વિસ્ફોટ થયો હતો. પછી સપ્તાહના અંત ભાગમાં વિસ્ફોટ થયો હતો. પંજાબ રાજ્યમાં સુવર્ણ મંદિર વિશ્વભરના શીખો માટેનું પવિત્ર સ્થાન છે.પરંતુ તે ભૂતકાળમાં હિંસાનું દ્રશ્યનું સાક્ષી રહ્યું છે