વિશ્વભરમાં આ વર્ષે એપ્રિલ મહિનો સૌથી ગરમ રહ્યો અને ભારે વરસાદ, પૂરને કારણે અનેક દેશોમાં સામાન્ય જનજીવન ખોરાવાયું હતું. યુરોપિયન યુનિયનમાં આ વર્ષે પ્રચંડ ગરમીએ અત્યાર સુધીનો 83 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. કોપરનિક્સ ક્લાયમેટ ચેન્જ સર્વિસ (C3S)ના રીપોર્ટ મુજબ, આ વર્ષનો એપ્રિલ મહિનો 1940 પછી સૌથી વધુ ગરમ હતો, જે સતત 11મો મહિનો છે, જે રેકોર્ડ પર સૌથી વધુ ગરમ છે. એપ્રિલમાં યુરોપિયન યુનિયનનું સરેરાશ તાપમાન 15.03 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વર્ષ 2016ના એપ્રિલની તુલનામાં આ વર્ષે એપ્રિલ મહિનો 0.14 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતો. પૂર્વ અને દક્ષિણ ભારતમાં તાપમાન આ વર્ષે સતત આઠમો એપ્રિલ મહિનો 1901 પછી ગરમ રહ્યો હતો. અગાઉ 2016માં એપ્રિલ મહિનો સૌથી વધુ ગરમ નોંધાયો હતો. એપ્રિલમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી 1.78 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું અને સરેરાશ તાપમાન સામાન્યથી બે ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. C3Sના ડાયરેક્ટર કાર્લો બૂનટેમ્પોએ કહ્યું હતું કે વર્ષના પ્રારંભમાં અલ નિનો એની ચરમસીમાએ હતું અને પૂર્વી ઉષ્ણકટિબંધ પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રની સપાટીનું તાપમાન હવે સામાન્ય બની રહ્યું છે. આ તાપમાન વૃદ્ધિને કારણે વિશ્વભરમાં રેકોર્ડ દુકાળ, જંગલોમાં આગ અને પૂર જેવી ઘટનાઓ જોવા મળી રહી છે. એક અભ્યાસ મુજબ જળવાયુ પરિવર્તનની ઘટનાઓની અસરથી વૈશ્વિક અર્થતંત્રને 2049 સુધીમાં દર વર્ષે અંદાજે 38 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાની શક્યતા છે.

 

LEAVE A REPLY