વિશ્વના અનેક દેશોના આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યા છે ત્યારે વર્લ્ડ બેન્ક ગ્રૂપ પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસે રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ક્લાયમેટ ચેન્જ નીતિઓ અંગે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડનના એડમિનિસ્ટ્રેશન સાથેના અણબનાવને પગલે પોતાના પદેથી રાજીનામું આપવા ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે, તેઓ તેમના પાંચ વર્ષના કાર્યકાળના અંતિમ દસ મહિના અગાઉ જૂનમાં ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ છોડી દેશે.
આ પદ પર કોની નિમણૂક કરવી તે અમેરિકન પ્રેસિડેન્ટનો વિશેષાધિકાર છે. હવે બાઈડેન નવા પ્રેસિડેન્ટની નિમણૂક કરશે. માલપાસ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નજીક હતા, જેમની નિમણૂક 2019માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા યંગ કિમના પદ છોડ્યા પછી કરવામાં આવી હતી. માલપાસે 2016માં ટ્રમ્પના ચૂંટણી કેમ્પેઇનમાં કામ કર્યું હતું અને વર્લ્ડ બેંકમાં જતા પહેલા આંતરરાષ્ટ્રીય બાબતોના ટ્રેઝરી અન્ડરસેક્રેટરી હતા.