The use of TikTok has been banned by the European Parliament over the issue of data protection

યુરોપિયન સંસદે તાજેતરમાં તેના કર્મચારીઓને માહિતી અને ડેટાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરીને કામમાં ઉપયોગી ઉપકરણોમાંથી ટિકટોકને દૂર કરવા જણાવ્યું છે, અગાઉ EUની મુખ્ય સંસ્થાઓ દ્વારા પણ આ પગલું લેવામાં આવ્યું છે.
સંસદના પ્રેસિડેન્ટ રોબર્ટા મેટસોલા અને સેક્રેટરી-જનરલ, એલેસાન્ડ્રો શિઓચ્ચેટ્ટીએ નિર્ણય લીધો છે કે, 20 માર્ચથી કર્મચારીઓએ તેમના મોબાઇલ ફોન, ટેબલેટ અથવા તો લેપટોપમાં ટિકટોકનો ઉપયોગ ન કરવો.

આ અંગે સંસદના નવીનીકરણ અને ટેકનોલોજીકલ સપોર્ટ બાબતોના ડાયરેક્ટર જનરલે સંસ્થાના આઠ હજાર જેટલા કર્મચારીઓને એક લેખિત આદેશમાં જણાવ્યું હતું કે, “આ તારીખ સુધીમાં, આપણા કોર્પોરેટ નેટવર્ક દ્વારા વેબ પર ટિકટોકના વપરાશને પણ પ્રતિબંધિત કરવામાં આવશે.”

તેમણે MEPs અને તેમના કર્માચારીઓને પણ અંગત ઉપકરણોમાંથી ટિકટોકને દૂર કરવાની પણ “આગ્રહપૂર્વક ભલામણ” કરી છે.
યુરોપિયન કમિશન અને યુરોપિયન કાઉન્સિલ, જે 27 ઇયુ સભ્ય દેશોનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે પણ અગાઉ સાયબર સુરક્ષાના ભયને કારણે આવો પ્રતિબંધ મુક્યો છે.
ચીનની કંપની બાઈટડાન્સની માલિકીના જાણીતા વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ સામે અમેરિકાની કાર્યવાહીના પગલે છેલ્લા કેટલાક દિવસોમાં આ પ્રકારના ઘણા પગલા લેવાઇ રહ્યા છે.
પશ્ચિમ દેશો તો વિશેષમાં એટલા માટે ચિંતિત છે, કારણ કે ચીન વિશ્વભરના સંવેદનશીલ વપરાશકર્તાની માહિતી મેળવી શકે છે, પરંતુ ટિકટોક, ચીન સરકાર પાસે આવું કોઈ નિયંત્રણ અથવા તો તે મેળવવાની ક્ષમતા હોવાનો દૃઢતાપૂર્વક ઇનકાર કરે છે.
ગત નવેમ્બરમાં ટિકટોકે સ્વીકાર્યું હતું કે, ચીનમાં કેટલાક કર્મચારીઓ યુરોપિયન વપરાશકર્તાઓની માહિતી મેળવી શકે છે.
ગત વર્ષના અંતમાં યુએસ કોંગ્રેસ દ્વારા પ્રતિબંધ લદાયા પછી પછી વ્હાઇટ હાઉસે સોમવારે ફેડરલ એજન્સીઓને સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ ઉપકરણોમાંથી ટિકટોકને દૂર કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો.

LEAVE A REPLY