અમેરિકન સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે શુક્રવારે (14 એપ્રિલ) આપેલા એક મહત્ત્વપૂર્ણ ચૂકાદામાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી ગર્ભપાતની ગોળીની ઉપલબ્ધતાને હંગામી ધોરણે સુરક્ષિત રાખી છે. 11 કલાક સુધી થયેલી દલીલો પછી ચૂકાદા દ્વારા દવા પર નીચલી કોર્ટના પ્રતિબંધોને અમલમાં આવતા અટકાવવામાં આવ્યા છે.
દેશની સર્વોચ્ચ કોર્ટે એક વહીવટી પ્રતિબંધ ઇસ્યુ કરી બુધવાર સુધી ચૂકાદાઓ અટકાવ્યા હતા, જેથી વિવિધ પક્ષોને ટ્રિબ્યુનલમાં પોતાની દલીલો રજૂ કરવાની મંજૂરી મળી શકે. આ ચૂકાદો જસ્ટિસ ડીપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક કરવામાં આવેલી એક અરજી પછીનો છે, જેમાં સુપ્રીમ કોર્ટને નીચલી અદાલતનો ચૂકાદો અટકવવા જણાવાયું હતું.
તે માઇફપ્રીસ્ટોન દવાના પર પ્રતિબંધ અથવા મર્યાદિત ઉપલબ્ધતા સૂચવે છે. આ ચૂકાદા દ્વારા સુપ્રીમ કોર્ટને આગળ શું કરવું તે અંગે સમય આપવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા કેરીન જીન-પીઅરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મહિલાઓના આરોગ્ય સામે થઇ રહેલા હુમલા સામે આ લડાઇનો દાવ વધુ હોય શકે નહીં. પ્રેસિડેન્ટ જો બાઇડેન રો વિરુદ્ધ વેડનો ચૂકાદો સુરક્ષિત રાખવા લડાઇ જાળવી રાખશે. એસીએલયુ રીપ્રોડક્ટિવ ફ્રીડમ પ્રોજેક્ટના ડાયરેક્ટર જેનિફર ડાલવેને સુપ્રીમ કોર્ટના પગલાંને આવકારીને જણાવ્યું હતું કે, હજુ આ પ્રથમ પગલું જ છે.