સ્મોલ બિઝનેસ એઈડ પ્રોગ્રામ, કોરોના વાયરસ ટેસ્ટીંગ અને માંદા દર્દીઓથી ઉભરાતી હોસ્પીટલોને મદદ કરવા સેનેટે મંગળવારે 31,000 અબજ રૂપિયાના નવા મહામારી રાહત ફંડને મંજુરી આપી દીધી હતી. પ્રતિનિધિસભા આ વિધેયક આજે હાથ ધરશે. આ પેકેજમાં સ્મોલ બીઝનેસને મદદ કરવા અને કામદારોની નોકરી ચાલૂ રાખવાના હેતુથી તૈયાર કરાયેલા 320 અબજ ડોલરનાં પેએક પ્રોટેકશન પ્રોગ્રામનો સમાવેશ થાય છે.
મૌખિક મતદાન પહેલા સેનેટનાં બહુમતી પક્ષનાં નેતાએ જણાવ્યું હતું કે પેએક પ્રોટેકશન પ્રોગ્રામથી નાના ઉદ્યોગોના કરોડો કર્મચારીઓને પિંક ફિલપ ના બદલે પગારનો અંક મળવામાં મદદ મળી રહી છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તે ખરડા પર સહી કરશે અને પછી ઠપ્પ થઈ ગયેલા અર્થતંત્ર માટે સ્ટિમ્યુલસનો બીજો રાઉન્ડ શરૂ કરશે.
પેએક પ્રોટેકશનનાં પ્રોગ્રામ કાયદો મારામારી સામે ત્રીજો મોટો કાર્યક્રમ છે ગત મહિને 2.2 લાખ કરોડ ડોલરનું જંગી સ્ટિમ્યુઅલ પેકેજ જાહેર કરાયુ હતું. અમેરીકી ઈતિહાસમાં સૌથી મોટુ હતું. પ્રથમ પેકેજ માર્ચમાં બહાલ રખાયુ હતું અને તેમાં ફ્રી વાયરલ ચેકીંગ12 સપ્તાહ સુધી પેઈડ ફેમીલી અને સિકલીવ અને બેરોજગારી ભથ્થામાં વધારા અને ફૂડ સ્ટેમ્પ પેઈડનો સમાવેશ થતો હતો.