The Tourist Indian Day Convention will be held in Indore from January 8 to 10

ભારત સરકારના વિદેશ મંત્રાલયે મધ્યપ્રદેશ સરકારની ભાગીદારીમાં 8-10 જાન્યુઆરી 2023 દરમિયાન મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનની 17મી આવૃત્તિનું આયોજન કર્યું છે. PBD 2023ની થીમ ‘ડાયાસ્પોરાઃ અમૃત કાલમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો’ છે. ભારત સરકાર સાથે વિદેશી ભારતીય સમુદાયના જોડાણને મજબૂત કરવા દર બે વર્ષે એક વખત પ્રવાસી ભારતીય દિવસ (PBD)ની ઉજવણી કરવામાં આવે છે.

રજિસ્ટ્રેશન

આ સંમેલનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન સહિતની તમામ વિગતો પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના આ પોર્ટલ પર ઉપલબ્ધ છે: https://pbdindia.gov.in/. રજિસ્ટ્રેશન સંબંધિત પ્રશ્નોના જવાબ વેબસાઇટના FAQ વિભાગમાં પણ આપવામાં આવ્યા છે: https://pbdindia.gov.in/faq

વિઝા

PBD કન્વેન્શન 2023 માટે નોંધણી કરાવનાર કોઈપણ વ્યક્તિ ગ્રેટિસ વિઝા માટે પાત્ર બનશે અને ભારત સરકારની વિઝા ફી ચૂકવવાની રહેશે નહીં. જો કે VFS સર્વિસ ચાર્જ ચૂકવવાપાત્ર રહેશે.ગ્રેટિસ વિઝાની સુવિધા મેળવવા માટે સામાન્ય વિઝા અરજી ફોર્મ અને સહાયક દસ્તાવેજો સાથે, અરજદારે PBD સંમેલન માટે ઓનલાઇન નોંધણીની પુષ્ટિની પ્રિન્ટઆઉટ અથવા અધિકૃત PBD પોર્ટલ પર રજિસ્ટ્રેશન ચાર્જની ચુકવણી દર્શાવતી બેન્ક ટ્રાન્ઝેક્શનની નકલ સબમિટ કરવી પડશે.વિઝા અરજી સબમિટ કરવા માટે વહેલી એપોઇન્ટમેન્ટ તારીખો ન મળી હોય તેવા અરજદારોને PBD સંમેલન માટે નોંધણીના પુરાવા રજૂ કરવાથી સ્પેશ્યલ એપોઇન્ટમેન્ટ અને પ્રાથમિકતા આપવામાં આવશે. જો સમસ્યા હોય તો રજિસ્ટ્રર્ડ PBD અરજદારો HCI લંડનનો આ ઈ-મેલ પર સંપર્ક કરી શકે છે: coord.london@mea.gov.in

ગ્રુપ રજિસ્ટ્રેશન

વ્યક્તિગત રીતે રજિસ્ટ્રેશન ઉપરાંત, PBD વેબસાઇટમાં ગ્રૂપ રજિસ્ટ્રેશન માટેની જોગવાઈ છે. તેમાં ગ્રૂપ રજિસ્ટ્રેશન માટે ઓછામાં ઓછા 10 સભ્યોની આવશ્યકતા છે. ગ્રુપ રજિસ્ટ્રેશન માટે ખાસ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. ગ્રુપ રજિસ્ટ્રેશન માટે ગ્રુપ કોઓર્ડિનેટર (જે જૂથના સભ્ય પણ છે)એ એક ગ્રૂપનું રજિસ્ટ્રેશન કરાવશે અને ગ્રૂપ ડોક્યુમેન્ટ અપલોડ કરશે. ગ્રુપ ડોક્યુમેન્ટમાં ગ્રુપના તમામ સભ્યોના સંપૂર્ણ નામ, ઈ-મેલ આઈડી, ફોન નંબર અને પાસપોર્ટ નંબર વગેરે હોવા જોઈએ. આ પછી હાઇ કમિશનને એક યુનિક કૂપન કોડ પ્રાપ્ત થશે અને તે ગ્રૂપ મેમ્બર સાથે શેર કરશે અને પછી ગ્રુપના દરેક સભ્યએ કૂપન કોડનો ઉપયોગ કરીને “રજિસ્ટ્રર એઝ એન ઇન્ડિવિડ્યુઅલ” પર ક્લિક કરીને વ્યક્તિગત રીતે નોંધણી કરવાની રહેશે. તેનાથી ગ્રૂપના પ્રત્યેક સભ્યને ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

એકોમોડેશન પોર્ટલ

સહભાગીઓ તેમના એકોમોડેશનના બુકિંગ માટે : https://pbdaccommodation.mptourism.com/
એકોમોડેશન સંબંધિત તમામ પ્રશ્નો events@overseastravels.co.in પર મોકલી શકાય છે. એકોમોડેશન માટે પૂછપરછનો નંબર. +91-731-2444404. એક Whatsapp નંબર (+91-9893908123) પણ આવા પ્રશ્નો માટે 24×7 ઉપલબ્ધ છે. અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં સપોર્ટ ઉપલબ્ધ છે.

અન્ય પૂછપરછ

ટેકનિકલ સપોર્ટ માટે (નોંધણી, પેમેન્ટ ગેટવે વગેરેમાં સમસ્યાઓ અંગે) તમારા પ્રશ્નો tech.supportpbd@mea.gov.in પર મોકલો. કોઈપણ સામાન્ય પ્રશ્ન માટે supportpbd@mea.gov.in પર ઇમેઇલ કરો
હાઈ કમિશનની કોઓર્ડિનેશન વિંગનો તેમના ઈ-મેઈલ પર કોઈપણ વધુ પૂછપરછના કિસ્સામાં સંપર્ક કરી શકાય છે: coord.london@mea.gov.in

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments