Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

સુપ્રીમ કોર્ટે 2016ની નોટબંધીને પડકારતી સંખ્યાબંધ અરજીઓની સુનાવણીને 24 નવેમ્બર સુધી મોકૂફ રાખી છે. એટર્ની જનરલ આર વેંકટરામાણીએ આ મામલે સર્વગ્રાહી એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યા બાદ જસ્ટિસ એસ એ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે સુનાવણી મુલતવી રાખી હતી.

વેંકટરામાણીએ સર્વગ્રાહી એફિડેવિટ તૈયાર ન કરી શકવા બદલ બેન્ચની માફી માંગી અને એક સપ્તાહનો સમય માંગ્યો હતો. અરજદાર વિવેક નારાયણ શર્માનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે બંધારણીય બેંચને સુનાવણી મોકૂફ રાખવાની વિનંતીખૂબ જ અસામાન્ય છે. એક પક્ષકાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પી ચિદમ્બરમે કહ્યું કે આ શરમજનક સ્થિતિ છે.

જસ્ટિસ નાગરથનાએ અવલોકન કર્યું હતું કે સામાન્ય રીતે બંધારણીય ખંડપીઠ આવી વિનંતી સાંભળતી નથી અને આ ખૂબ જ શરમજનક છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને એફિડેવિટ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે.કેન્દ્રના 8 નવેમ્બર, 2016ના નોટબંધીના નિર્ણયને પડકારતી આશરે 58 અરજીઓ થઈ છે. આ તમામ અરજીઓની બંધારણીય ખંડપીઠ સુનાવણી કરી રહી છે.

16 ડિસેમ્બર, 2016 ના રોજ તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુરની આગેવાની હેઠળની ખંડપીઠે આ કેસ પાંચ ન્યાયાધીશોની મોટી ખંડપીઠને ટ્રાન્સફર કર્યો હતો.

LEAVE A REPLY