સુપ્રીમ કોર્ટ શુક્રવારે ગૌરક્ષકો દ્વારા મુસ્લિમો સામેના લિંચિંગ અને હિંસાની ઘટનાઓને અટકાવવા માટે તાકીદે પગલાં લેવામાં આવે તેવી માગણી કરતી એક જાહેર હિતની અરજીની સુનાવણી કરવા સંમત થઈ હતી. જોકે આ અંગેની સુનાવણી ક્યારે થશે તેની કોઇ સ્પષ્ટતા કરી ન હતી.

કોર્ટે મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ અને હરિયાણાના ડીજીપીને નોટિસ પાઠવી અરજી પર તેમના જવાબો માંગ્યા હતો. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલી સંસ્થા નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન (NFIW) તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ અરજી દાખલ કરી હતી.

આ સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે તે અરજીને પગલે સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી રહી છે. એડવોકેટ સુમિતા હજારિકા અને રશ્મિ સિંઘે દાખલ કરેલી આ અરજીમાં જણાવાયું હતું કે 2018માં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ દિશાનિર્દેશો અને આદેશ આપ્યા હોવા છતાં મુસ્લિમોને નિશાન બનાવતા લિંચિંગ અને ટોળા દ્વારા હિંસાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. તેથી સુપ્રીમ કોર્ટ તાકીદે દરમિયાનગીરી કરે. સર્વોચ્ચ અદાલતે 2018માં મુસ્લિમો સામે ગૌરક્ષકોના હુમલાને રોકવા માટે એક ગાઇડલાઇન જારી કરી હતી.

LEAVE A REPLY