પયગંબર મોહમ્મદ સાહેબ અંગે પર વિવાદાસ્પદ ટિપ્પણીથી ઘેરાયેલા બીજેપીના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે બુધવારે નૂપુર સામેના તમામ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું છે કે હવે દિલ્હી પોલીસ તમામ કેસની તપાસ કરશે.
કોર્ટે નુપુરની ધરપકડ પર પણ રોક લગાવી દેવાઈ છે. નૂપુરે પોતાના જીવને ખતરો હોવાનું જણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આમાં, ઘણા રાજ્યોમાં તેની વિરુદ્ધ નોંધાયેલી તમામ એફઆઈઆરને ક્લબ કરી ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી, જેની સુનાવણી બુધવારે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. કોર્ટે નુપુરને તેની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કરવાની મંજૂરી પણ આપી હતી. આ પહેલા 1 જુલાઈના રોજ થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને જોરદાર ઠપકો આપ્યો હતો. પયગંબર પરની તેમની ટિપ્પણી બાદ થયેલી હિંસા માટે કોર્ટે માત્ર તેમને એકલાને જ જવાબદાર ગણાવ્યા હતા. ત્યારે કોર્ટે કહ્યું હતું કે નૂપુરે ટેલિવિઝન પર એક ધર્મ વિશેષ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી.