સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પૂરતું પાણી છોડવાનો મુદ્દો નર્મદા કંટ્રોલ ઓથોરિટીને સોંપવામાં આવેલો છે કે નહીં તે અંગેની સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ચાર સપ્તાહની અંદર માહિતી માગી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના 2019ના આદેશને પડકારતી નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા દાખલ કરાયેલી અપીલની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ કર્યો હતો.

કોર્ટે આ કેસની વધુ સુનાવણી 12 જાન્યુઆરી 2024એ નિર્ધારિત કરી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના 2019ના આદેશને પડકારતી નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા દાખલ કરાયેલી અપીલની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ માહિતી માગી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પાણી છોડવા અંગેની અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે આ મામલાના નિર્ણય માટે એક ટ્રિબ્યુનલ છે. તેમાં વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીનો સમાવેશ થાય છે.

આ અરજીમાં સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં પૂરતું પાણી છોડવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં સરદાર સરોવર ડેમમાંથી નદીના ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં દૈનિક ધોરણે 1,500 ક્યુસેક પાણી છોડવા માટે તાકીદની જોગવાઈ કરવાની માગણી કરાઈ હતી.

અરજીમાં દાવો કરાયો હતો કે નદીના પટ સુકાઈ જવાથી પર્યાવરણ, કૃષિ અને સ્થાનિક ઉદ્યોગોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ડેમમાંથી માત્ર 600 ક્યુસેક પાણી છોડવામાં આવતું હોવાથી નદી માત્ર એક નાનો પ્રવાહ બની ગઈ છે. આ અરજીમાં નર્મદા અને જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા લખવામાં આવેલા પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં જણાવાયું હતું કે નદીના ડાઉનસ્ટ્રીમ વિસ્તારો માટે છોડવામાં આવતું પાણી પૂરતું નથી અને તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે.

LEAVE A REPLY