સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાતમાં કોર્ટની કાર્યવાહીમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષાનો પણ ઉપયોગ કરવા માટેના આદેશની માગણી કરતી અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે જણાવ્યું હતું કે તે ગુજરાત હાઈકોર્ટના આદેશમાં દખલ કરવા ઈચ્છતી નથી. સર્વોચ્ચ અદાલત રોહિત જયંતિલાલ પટેલ દ્વારા હાઇકોર્ટના 22 ઓગસ્ટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પીઆઈએલને ‘ખોટી કલ્પના’ ગણાવીને ફગાવી દીધી હતી.