Ekta Kapoor adult content
(ANI Photo)

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફિલ્મ નિર્માતા એકતા કપૂરની તેની વેબ સિરીઝ ‘XXX’માં “વાંધાજનક કન્ટેન્ટ”ને લઈને આકરી ટીકા કરી હતી અને કહ્યું કે તે યુવા પેઢીના મનને પ્રદૂષિત કરી રહી છે.

ઓટીટી પ્લેટફોર્મ ALTBalaji પર પ્રસારિત XXXમાં સૈનિકોનું કથિત રૂપે અપમાન કરવા અને તેમના પરિવારોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ એકતા કપૂર વિરુદ્ધ જારી કરાયેલ ધરપકડ વોરંટને પડકારતી કપૂર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી.

આ પ્લેટફોર્મ પર અનેક એડલ્ટ કન્ટેન્ટ ધરાવતી વેબ સિરીઝ રિલીઝ કરવામાં આવી હતી અને તેમાંની જ એક વેબ સિરીઝના કારણે એકતા ફસાઈ છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન એકતા કપૂરના ઓટીટી પ્લેટફોર્મના કન્ટેન્ટની ટીકા કરતાં કહ્યું હતું કે, તમે આ કેવું કન્ટેન્ટ બતાવી રહ્યા છો. તમે યંગ જનરેશનની માનસિકતા બગાડી રહ્યા છો. આ ઓટીટી કન્ટેન્ટ બધા જોઈ શકે છે. આ કેવા પ્રકારનું કન્ટેન્ટ છે? આ સાથે જ, એકતા અને શોભા કપૂર વતી કેસ લડી રહેલા વકીલને પણ આડે હાથે લીધા હતા.

એકતાનું ઓટીટી પ્લેટફોર્મ પહેલેથી વિવાદમાં રહ્યું છે. એએલટી બાલાજી પરની દરેક વેબ સિરીઝ વિવાદાસ્પદ રહી છે. વર્ષ 2020માં રિલીઝ થયેલી ‘XXX’ વેબ સિરીઝની બીજી સિઝન સામે કેસ નોંધાયો હતો અને એકતા તેમજ શોભા કપૂરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. એકતા અને શોભા કપૂર હાજર ન થતાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના માટે એરેસ્ટ વોરંટ જારી કરાયું હતું.

LEAVE A REPLY