NCERTએ અગિયારમા ધોરણના સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાતના તોફાનો અંગેનો હિસ્સો હટાવી દીધો છે. એ પહેલાં તેણે 12મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી ૨૦૦૨ની કોમી હિંસાની ઘટનાઓનો ઉલ્લેખ દૂર કર્યો હતો. 11મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી હટાવાયેલા હિસ્સાની જાહેરાત NCERT દ્વારા ગયા વર્ષે નોટિફાય કરેલા અભ્યાસક્રમના ફેરફારમાં કરાઈ નહોતી. જોકે, NCERTના ડિરેક્ટર દિનેશ સકલાણીએ જણાવ્યું હતું કે, સૂચિત ફેરફાર એ જ કવાયત વખતે કરવામાં આવ્યો હતો પણ ધ્યાનચૂકને કારણે સત્તાવાર નોટિફિકેશનમાં તેનો ઉલ્લેખ કરવાનું રહી ગયું હતું. 11મા ધોરણના સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તક ‘અંડરસ્ટેન્ડિંગ સોસાયટી’માં ગુજરાતના તોફાનો અંગેનો ફકરો હતો.