Close-up of Schengen visa with flag of EU

યુરોપિયન કમિશન 11 જૂન, 2024થી શેંગન વિઝા ફીમાં આશરે 12 ટકા સુધીનો વધારો કરશે. સ્લોવેનિયાના વિદેશ અને યુરોપીયન બાબતોના મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે પુખ્ત વયના અરજદારો માટે વિઝા ફી €80થી વધી €90 થશે, જ્યારે છ થી બાર વર્ષની વયના બાળકો માટે વિઝા ફી €40 થી વધીને €45 થશે.

આ ઉપરાંત જે દેશો પોતાના ગેરકાયદે વસતા નાગરિકોને પોતાને ત્યાં પાછા બોલાવવામાં સહકાર નહીં આપતા હોય તેવા દેશો માટે ફી 135 યુરોથી વધારીને 180 યુરો કરાશે. સ્લોવેનિયન સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શોર્ટ ટર્મના શેંગેન વિઝા માટેની ફીમાં વર્લ્ડવાઈડ 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આખી દુનિયામાં આ ફી વધારો 11 જૂન 2024થી લાગુ થશે.

શેંગેન વિઝા કોડ પ્રમાણે દર ત્રણ વર્ષે ઈયુની વિઝા ફીમાં ફેરફાર કરવામાં આવે છે અને જે રીતે ફુગાવો વધે તેને ધ્યાનમાં રાખીને ફી વધારવામાં આવતી હોય છે. છેલ્લે ફેબ્રુઆરી 2020માં ફી વધારવામાં આવી ત્યારે એડલ્ટ માટે ફી 60 યુરોથી વધારીને 80 યુરો કરવામાં આવી છે અને હવે તે 90 યુરો થઈ જશે.

શેંગેન એરિયા એ યુરોપની અંદર ફ્રી મુવમેન્ટનો એક ચોક્કસ ઝોન છે જેમાં અમુક દેશો સામેલ છે. તેમાં કુલ 29 દેશો આવે છે જેમાંથી 25 દેશો યુરોપિયન યુનિયનના મેમ્બર છે. આમાં જર્મની, ગ્રીસ, સ્પેન, ફ્રાન્સ, ઈટલી, નેધરલેન્ડ, ઓસ્ટ્રીયા, પોર્ટુગલ, પોલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ સહિતના દેશોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY