The rupee depreciated by 11.3% in 2022 against the dollar
પ્રતિકાત્મક તસવીર (આઇસ્ટોક)

અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ધરખમ વધારાની વચ્ચે 2022માં ડોલર સામે રૂપિયો 11.3 ટકા તૂટ્યો હતો. ડોલર સામે રૂપિયામાં 8.39નો ઘટાડો થયો હતોજે એશિયન ચણલોમાં ભારતીય ચલણનો સૌથી ખરાબ દેખાવ હતો. રૂપિયામાં 2013 બાદનો રૂપિયામાં આ સૌથી મોટો ઘટાડો હતો.  

ચાલુ વર્ષના અંત સુધીમાં એટલે કે 31 ડિસેમ્બર2021ના રોજ ડોલર સામે રૂપિયો 74.33 પર બંધ આવ્યો હતો. જે 2022ના અંતે 82.72 પર બંધ રહ્યો હતો. વર્ષ દરમિયાન રૂપિયો ઓક્ટોબરમાં 83.27 ડોલરના રેકોર્ડ તળિયે પહોંચ્યો હતો. જ્યારે ડૉલર ઇન્ડેક્સ 2015 પછીની સર્વોચ્ચ સપાટીએ સાથે સતત આગળ વધી રહ્યો હતો.  

રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધને કારણે તેમજ ક્રૂડ ઓઈલના ભાવોમાં સર્જાયેલી કટોકટીના લીધે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચાલુ ખાતાની ખાધ રેકોર્ડ સ્તરે પહોંચતા રૂપિયો નબળો પડ્યો હતો. કરન્સી તજજ્ઞોના મતે ફેડ રિઝર્વનું વલણ ડોલરને વધુ મજબૂત બનાવશે. જેના પરિણામે 2023ના પ્રથમ ક્વાર્ટરમાં ડોલર સામે રૂપિયામાં ઘટાડો જારી રહેશે. વેપારીઓ અને વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે પ્રથમ ક્વાર્ટરમાં રૂપિયો ડોલર સામે 81.50-83.50ની રેન્જ વચ્ચે જશે.

LEAVE A REPLY