UAEના વાઇસ પ્રેસિડન્ટ અને વડાપ્રધાન તથા દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે રવિવારે અલ મિન્હાદ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોનું નામ બદલીને ‘હિંદ સિટી’ કર્યું છે. આ શહેરમાં ચાર ઝોનમાં છે. તેમાં હિંદ 1, હિંદ 2, હિંદ 3 અને હિંદ 4નો સમાવેશ થાય છે અને તે 83.9 કિમીના વિસ્તારમાં ફેલાયેલું છે.
આ સમાચાર ભારત પહોંચ્યા પછી, ઘણા નેટિઝને દાવો કર્યો હતો કે કે ભારતીયોના યોગદાનને પગલે દુબઈ જિલ્લાનું નામ બદલવામાં આવ્યું છે. જોકે નામ બદલવા માટે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી. “હિન્દ”ના અરબીમાં ઘણા અર્થ છે. હકીકતમાં, શેખ મોહમ્મદની પ્રથમ પત્નીનું નામ પણ હિંદ છે.
આ શહેર અમીરાત રોડ દુબઈ-અલ એન રોડ અને જેબેલ અલી-લેહબાબ રોડ જેવા મુખ્ય રસ્તાઓ સાથે જોડાયેલું છે. દુબઈના શાસનના નિર્દેશ અનુસાર અલ મિન્હાદ ક્ષેત્ર અને તેની આસપાસના ક્ષેત્રનું નામ બદલીને હિન્દસિટી કરાયું છે.અગાઉ વર્ષ 2010માં દુબઈની પ્રખ્યાત બિલ્ડીંગ બુર્જ દુબઈનું નામ બદલીને બુર્જ ખલીફા કરી દીધું હતું.