બ્રિટનના જીડીપી વૃદ્ધિદરમાં ઓક્ટોબરમાં ઘટાડો થતાં મંદીના જોખમમાં વધારો થયો હતો. તેનાથી વ્યાજદરને 15 વર્ષના ઊંચા સ્તરે જાળવી રાખવાના બેન્ક ઓફ ઇંગ્લેન્ડના આકરા વલણની પણ કસોટી થશે.
બુધવાર, 13 ડિસેમ્બરે જારી થયેલા ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સનાડેટા મુજબ ઓક્ટોબર દરમિયાન જીડીપીમાં અગાઉના મહિનાની સરખામણીમાં 0.3 ટકાનો ઘટાડો થયો હતો. અર્થશાસ્ત્રીઓમાં જીડીપી વૃદ્ધિ સ્થિર રહેવાનો અંદાજ હતો. જુલાઈ પછી પહેલીવાર એવું બન્યું હતું કે જીડીપી માસિક ધોરણે ઘટાડો થયો છે.
રોકાણકારોનો અંદાજ છે જૂન 2024થી વ્યાજ દરોમાં ઘટાડો શરૂ થઈ શકે છે. કેપિટલ ઇકોનોમિક્સના મુખ્ય યુકેના અર્થશાસ્ત્રી પોલ ડેલ્સે જણાવ્યું હતું કે ઓક્ટોબરના ડેટા સૂચવે છે કે બ્રિટન કદાચ મંદીમાં છે. તેનાથી બેંક ઓફ ઈંગ્લેન્ડને વ્યાજ દરોમાં ઘટાડો કરવાની થોડી નજીક ધકેલી શકે છે,
બ્રિટનની અર્થવ્યવસ્થામાં જુલાઈ-થી-સપ્ટેમ્બર સમયગાળામાં ઘટાડો થયો ન હતો. પરંતુ કેટલાક વિશ્લેષકો માને છે કે તે BoEના વ્યાજ દરોમાં વધારા પછી 2023ના અંતમાં અને 2024ની શરૂઆતમાં મંદીનું થોડું જોખમ ઊભું કરે છે.
બુધવારે ઓએનએસ ડેટા દર્શાવે છે કે ઓક્ટોબરમાં બ્રિટનના સર્વિસ સેક્ટરમાં 0.2 ટકાનો ઘટાડો થયો છે જ્યારે ઉત્પાદન અને બાંધકામ અનુક્રમે 1.1 ટકા અને 0.5 ટકા ઘટ્યા છે. વડા પ્રધાન ઋષિ સુનક અને નાણાપ્રધાન જેરેમી હંટે આર્થિક વૃદ્ધિને વેગ આપવાનું વચન આપ્યું છે, પરંતુ રાષ્ટ્રીય ચૂંટણી પહેલાં કોઈ નોંધપાત્ર પિકઅપની અપેક્ષા નથી.
એકાઉન્ટન્સી પેઢી ICAEWના અર્થશાસ્ત્રના ડિરેક્ટરે સુરેન થિરુએ જણાવ્યું હતું કે ઓક્ટોબરના નેગેટિવ ડેટા અર્થતંત્રમાં વૃદ્ધિના સુનકના લક્ષ્યાંકને જોખમમાં મુકે છે. ફુગાવો ઊંચો છે અને ધિરાણ ખર્ચ વધી રહ્યો છે. તેથી નવેમ્બર અને ડિસેમ્બરમાં આર્થિક પ્રવૃત્તિઓ પર દબાણ આવશે.