અમેરિકા અને યુકે જેવા વિકસિત દેશોમાં વ્યાજદરમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે નાણા નીતિની સમીક્ષા પછી વ્યાજદરને સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે આરબીઆઇએ સંકેત આપ્યો હતો કે જો ખાદ્યચીજોના ભાવને કારણે ફુગાવો વધશે તો નાણા નીતિ આકરી બનાવવી પડશે. તેને કારણે ચાલુ વર્ષે વ્યાજના દર ઘટવાની સંભાવના હવે રહી નથી. આથી લોનધારકોને તેમના ઈએમઆઈમાં કોઈ ફેર નહીં પડે.  

આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની ગુરુવારે સંપન્ન થયેલી મીટિંગમાં રેપો રેટ 6.50 ટકા યથાવત્ રાખવાનો નિર્ણય સર્વસંમતિથી કર્યો હતો. રિઝર્વ બેન્કે ચાલુ વર્ષ માટે રિટેલ ફુગાવાનો અંદાજ 5.1 ટકાથી વધારીને 5.4 ટકા કરી દીધો છે. તેણે ચાલુ વર્ષે જીડીપી ગ્રોથનો અંદાજ 6.5 ટકા યથાવત્ રાખ્યો છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ‘ફુગાવાને કાબુમાં લેવાનું કામ હજી પૂરું થયું નથી. વૈશ્વિક સ્તર પર ખાદ્યચીજો અને એનર્જી પ્રાઈસ વધી રહ્યા છે, ભૌગોલિક-રાજકીય તણાવ ચાલુ છે અને હવામાન સંબંધિત અનિશ્ચિતતા પણ છે તે જોતા ફુગાવાનું જોખમ હજી છે 

LEAVE A REPLY