યુકેના સૌથી લોકપ્રિય મુસ્લિમ ફૂડ બ્લોગર્સમાંના એક અનીસા કરોલિયા આ વર્ષે પણ 80 સ્વાદિષ્ટ વાનગીઓનો સંગ્રહ ધરાવતા ‘ધ રમાદાન ફેમિલી કુકબુક’ લઇને રમઝાન માસની ઉજવણી કરવા આવ્યા છે. તેમાં દરેકને આનંદ થાય તેવી સરળ, ઝડપી અને સ્વેસ્થ્ય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી વાનગીઓનો સમાવેશ કરાયો છે.

અનીસાના વિશ્વભરમાં 240,000 થી વધુ ફોલોઅર્સ છે અને 2020 માં ડિજિટલ એક્ટીવીટી માટે બ્રિટિશ મુસ્લિમ એવોર્ડ જીત્યો હતો.

‘ધ રમઝાન કુકબુક’ પુસ્તકના વિજેતા બનો

‘ગરવી ગુજરાત’ના વાચકો પણ : ‘ધ રમઝાન કુકબુક’ પુસ્તકની 3 નકલ મેળવી શકે તે માટે અમે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેમાં સાચો ઉત્તર આપનાર પ્રથમ 3 વાચકોને આ પુસ્તકની એક નકલ ભેટ તરીકે મોકલવામાં આવશે.

પ્રશ્ન: આ પુસ્તકના પબ્લિશરનું નામ જણાવો?

જવાબ: ……………………………………………..

આપના જવાબ શ્રીમતી દક્ષા ગણાત્રાને તા. 8 એપ્રિલ 2024 પહેલા તેમના ઇમેઇલ [email protected] પર મોકલવા વિનંતી છે.

ચના બટાટા, ચીકપી એન્ડ પોટેટો મસાલ

તૈયારી: 15 મિનિટ અને રાંધવાનો સમય: 30 મિનિટ: ચણા બટાટા એક લોકપ્રિય શાકાહારી સ્ટાર્ટર છે અને તે પાર્ટીઓ અને ગેટ-ટુગેધર માટે યોગ્ય છે.

સામગ્રી

1 ચમચી રાઇ; 2 ચમચી તેલ; 8-9 કરી પત્તા; 300 ગ્રામ ટોમાટો પસાટા;  1 ચમચી લસણની પેસ્ટ;  દોઢ ચમચી મરચું પાઉડર;  અડધી ચમચી પીસેલી હળદર; 1 ચમચી તીખું મરચુ;   1 ચમચી વાટેલું જીરું; 1 ચમચી કોથમીર; 3 ચમચી આમલીની ચટણી; 3 ચમચી ચીલી સોસ; 2 ચમચી ગોળ અથવા દાણાદાર ખાંડ; પાણી કાઢી નાંખેલ સ્વીટકોર્ન – 200 ગ્રામનું ટીન; પાણી કાઢી નાંખેલ કાલા ચણા – 400 ગ્રામનું ટીન; પાણી કાઢી નાંખેલ કાબુલી (ચીકપી) ચણા – 400 ગ્રામનું ટીન; પાણી કાઢી નાંખેલ બેબી બટેટા – અડધા કાપવા – 300 ગ્રામનું ટીન; 240 મિલી પાણી; મીઠું, સ્વાદ મુજબ; 5 ગ્રામ તાજી કોથમીર, બારીક સમારેલી, ગાર્નિશ કરવા 1 લાલ ડુંગળી, બારીક કાપેલી, સજાવટ માટે;

બનાવવાની રીત:

એક મોટા વાસણને મધ્યમ તાપ પર ગરમ કરો. રાઇના દાણા ઉમેરી ઢાંકણથી ઢાંકી દો. એકવાર તે ફૂટવા માંડે એટલે તેમાં તેલ નાંખો અને તેમાં કરી પત્તા, પસાટા અને લસણની પેસ્ટ ઉમેરો. તે પછી સુગંધ આવે ત્યાં સુધી લસણને 1 મિનિટ સુધી પકાવો.

તે પછી બીજા મસાલા ઉમેરો અને જ્યાં સુધી ટામેટાંના પસાટા ઓછા ન થાય અને મસાલો સારી રીતે એક ન થઈ જાય ત્યાં સુધી 3-4 મિનિટ સુધી પકાવો. ખટમીઠુ કરવા માટે આમલીની ચટણી, મરચાંની ચટણી અને ગોળ અથવા ખાંડ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો, પછી સ્વીટકોર્ન, ચણા અને બટાકા ઉમેરો અને ભેગા કરવા માટે હલાવો.

તે પછી તેમાં પાણી રેડો અને ઢાંકણથી ઢાંકી દો અને ધીમા તાપે 20 મિનિટ સુધી અથવા ચટણી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. તૈયાર થઇ જાય એટલે બૉલમાં કોથમીર અને લાલ ડુંગળી ઉપર નાંખી સજાવીને સર્વ કરો.

રોઝ એન્ડ પિસ્તાચીયો શોર્ટબ્રેડ

તૈયારી: 40 મિનિટ

રાંધવાનો સમય: 12 મિનિટ

આ રોઝ અને પિસ્તાચીયો શોર્ટબ્રેડ ખૂબ બટરી અને ખૂબ જ સુંદર છે – અને આ ‘ઈદ બિસ્કિટ’ વિના કોઈ ઈદ શક્ય નથી.

સામગ્રી

125 ગ્રામ અનસોલ્ટેડ બટર; 80 ગ્રામ આઈસિંગ સુગર; 2 ચમચી તેલ; 1 ચમચી રોઝ એસેન્સ; 2 ચમચી પિસ્તા; 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર; 200 ગ્રામ પ્લેઇન ફ્લાવર, જરૂર મુજબ વધારાનો વાપરી શકાય; અડધી ચમચી બેકિંગ પાવડર; 150 ગ્રામ સફેદ કુકીંગ ચોકલેટ; 2 ટેબલસ્પૂન સમારેલા પિસ્તા; 2 ચમચી સૂકી ગુલાબની પાંખડીઓ.

બનાવવીના રીત:

ઓવનને 160 ° સે (ગેસ માર્ક 3) પર પહેલાથી ગરમ કરી રાખો. બેકિંગ પેપર સાથે બેકિંગ શીટને લાઇન કરો. ક્રિમ નાંખી માખણ અને આઈસિંગ સુગરને ઇલેક્ટ્રીક હેન્ડ વ્હિસ્ક અથવા લાકડાના ચમચા વડે એકસાથે મિક્સ કરો. તેલમાં રોઝ એસેન્સ નાખીને બીજી મિનિટ માટે હલાવો. તે પછી કતરેલા પીસ્તા, કોર્નફ્લોર, પ્લેઇન ફ્લાવર અને બેકિંગ પાઉડરને તેમાં મિક્સ કરી નરમ કણક બનાવો. જો કણક ખૂબ નરમ હોય, તો થોડો વધુ લોટ ઉમેરો.

વેલણનો ઉપયોગ કરીને, કણકને હળવા લોટવાળી સપાટી પર લગભગ 5 મીમી જાડાઈ સુધી ફેરવો. કૂકી કટર વડે તમારા ઇચ્છિત આકારમાં તેને કાપો અને બેકિંગ શીટ પર મૂકો, તે દરેકની વચ્ચે જગ્યા રાખ્યો. તે ઓવનમાં વધુ ન ફેલાય તે માટે તેને થોડીવાર માટે ફ્રિજમાં ઠંડી કરવા માટે સેટ કરો.

તે પછી 12 મિનિટ સુધી ઓવનમાં મૂકી રાખો. કુકીઝની કિનારીઓ હળવી સોનેરી થાય ત્યાં સુધી તેને બેક કરો અને તેને કૂલિંગ રેક પર ઠીં થવા માટે બાજુ પર રાખો.

ચોકલેટને ઉકળતા પાણીના તવા પર હીટપ્રૂફ બૉલમાં મૂકો, ચોકલેટ ઓગળે ત્યાં સુધી બૉલ પાણીને સ્પર્શે નહીં તેની ખાતરી કરો. તે પછી શોર્ટબ્રેડના દરેક ટુકડાનો અડધો ભાગ પીગળેલી ચોકલેટમાં ડુબાડો અને સમારેલા પિસ્તા અને ગુલાબની પાંખડીઓનો તેના પર છંટકાવ કરો જેથી તે ચોકલેટને વળગી રહે. હવાચુસ્ત પાત્રમાં તેનો સંગ્રહ કરો. આ કુકીઝ એક અઠવાડિયાનો સુધી સંગ્રહ કરી શકાશે.

Picture credit: Ellis Parrinder

The Ramadan Family Cookbook

Author: Anisa Karolia

Photographs: Ellis Parrinder

Publishers: Ebury Press

Price: £22

 

LEAVE A REPLY