મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના એક કાર્યક્રમમાં નિદ્રાધીન થવા બદલ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયાં હતા. જિગર પટેલને શનિવારે સાંજે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગે સસ્પેન્ડ કર્યા હતા. તેઓ મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં ઉંઘી ગયા હોવાનું કેમેરામાં ઝડપાઈ ગયા બાદ આ કાર્યવાહી કરાઈ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત સિવિલ સર્વિસ (શિસ્ત અને અપીલ) નિયમો, 1971ના નિયમ 5(1)(a) હેઠળ ઘોર બેદરકારી અને ફરજ પ્રત્યેની નિષ્ઠાના અભાવ માટે તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરાયો હતો. આ સમારોહમાં ભુપેન્દ્ર પટેલ કચ્છમાં લગભગ 14,000 ભૂકંગ્રસ્ત લોકોના પુનર્વસન માટે મકાનોની માલિકીના દસ્તાવેજોનું વિતરણ કર્યું હતું.