Silicon Valley MPs plead for more time for layoff victims
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)એ સોમવારે જણાવ્યું હતું કે, યુક્રેનમાં યુદ્ધન, ઉચો ફુગાવો અને આકરી નાણા નીતિને કારણે 2023માં વૈશ્વિક રોજગાર વૃદ્ધિનો દર અડધો એટલે કે માત્ર એક ટકા થવાની ધારણા છે, જે 2022માં 2% હતો. આની સાથે વિશ્વમાં બેરોજગાર લોકોની સંખ્યા 2023 માં 3 મિલિયન વધીને 208 મિલિયન થવાની ધારણા છે. ફુગાવો વાસ્તવિક વેતનમાં ઘટાડો કરશે.

આઇએલઓના રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અને નવા પ્રકાશિત રિપોર્ટના કોઓર્ડિનેટર રિચર્ડ સેમન્સે જણાવ્યું હતું કે વૈશ્વિક રોજગાર વૃદ્ધિમાં મંદીનો અર્થ છે કે આપણે ૨૦૨૫ પહેલા કોવિડ-૧૯  કટોકટી દરમિયાન થયેલા નુકસાનની ભરપાઇની આશા રાખતા નથી. વર્તમાન મંદીનો અર્થ છે કે અનેક શ્રમિકોને ઓછી ગુણવત્તાવાળી નોકરી સ્વીકારવી પડશે. ૧૫ થી ૨૪ વર્ષના લોકોને સારી નોકરી છોડવા અને ચાલુ રાખવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં ૨૪,૧૫૧ ટેક કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. કંપનીઓ વર્તમાન આર્થિક પડકારો અને  ઉદ્યોગમાં અણધારી ઘટનાઓને લઈ તેના વૈશ્વિક કર્મચારી બળમાં ૨૦ ટકા જેટલો ઘટાડો કરશે.

LEAVE A REPLY