બુધવારે ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી સાથેની તસવીર માટે પોઝ આપતા કપ્તાનો (ANI Photo)

ભારતમાં 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થઈ રહ્યો છે. ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ ગત વખતની વિજેતા ઇંગ્લેન્ડ અને રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ઉદ્ઘાટન સમારોહ અંગે અગાઉ કેટલાક અહેવાલો આવ્યાં હતા, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અથવા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી આ અંગે કોઇ નક્કર જાહેરાત થઈ નથી.

વર્લ્ડ કપ 2023માં કુલ 48 મેચ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરથી શરૂ થનારી વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ 19 નવેમ્બરના રોજ આ જ મેદાન પર સમાપ્ત થશે. આ 45 દિવસોમાં (જો ફાઇનલ રિઝર્વ ડેમાં જાય તો 46 દિવસ), 10 ક્રિકેટ ટીમો 10 સ્થળોએ 48 મેચ રમશે. વર્લ્ડ કપ 2023ની મેચ અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ, ધર્મશાલા અને લખનૌમાં રમાશે.

આ સાથે આ 46 દિવસ સુધી ક્રિકેટ પ્રત્યેનો તેમનો જુસ્સો ચરમસીમાએ રહેશે. વર્લ્ડ કપમાં ભારતના 10 શહેરોમાં 10 ટીમો વચ્ચે 48 મેચો રમાશે જેમાં, એક ટીમ ચેમ્પિયન બનશે. વર્ષ 1975માં ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપની શરુઆત થઈ ત્યારથી 2007ના વર્લ્ડ કપ સુધી કોઈ યજમાન દેશ વર્લ્ડ ચેમ્પિયન બની શક્યો નથી. જો કે આ ટ્રેન્ડે ભારતે તોડીને 2011માં 28 વર્ષ બાદ વિશ્વ ચેમ્પિયન બની હતી. ત્યારથી લઈને 2019ના છેલ્લા વર્લ્ડ કપ સુધી માત્ર યજમાન દેશને જ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સન્માન મળી રહ્યું છે. આ વર્ષે ભારત યજમાની કરી રહ્યું છે એટલે ભારતને ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. 2013માં ભારતીય ટીમે ઘરની ધરતી પર વર્લ્ડ કપ જીત્યો હતો.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરુ થવાને હવે ગણતરીના કલાકો બાકી હતા ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર વર્લ્ડ કપ 2023ના ઓપનીંગ મેચ માટે અમદાવાદ પહોંચી ગયા હતા અને તેમની સાથે ચાહકોએ સેલ્ફી પણ ખેંચાવી હતી. ઉલ્લેખનીય છે કે ICCએ મંગળવારે અમદાવાદમાં આજથી શરૂ થઈ રહેલા મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે સચિન તેંડુલકરને ‘ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર’ તરીકે નિયુક્ત કર્યા છે.

LEAVE A REPLY