Parliament House in New Delhi, India

વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને મણિપુરના મુદ્દે મોદી સરકાર વિરુદ્ધ રજૂ કરેલી અવિશ્વાસ દરખાસ્ત પર 8 ઓગસ્ટે ચર્ચા ચાલુ થશે. ગૃહમાં ત્રણ દિવસની ચર્ચાને અંતે વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટ જવાબ આપશે.

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરની સ્થિતિ અંગે નિવેદન આપે તેવી માગણી સાથે 26 વિપક્ષે 26 જુલાઇએ અવિશ્વાસ દરખાસ્તની નોટિસ આપી હતી. સંખ્યાબળના આધારે જોઇએ તો વિપક્ષની આ દરખાસ્તનો પરાજય નિશ્ચિત છે. જોકે વિપક્ષની દલીલ છે કે તેનાથી સંસદમાં આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલવાની ફરજ પાડશે.

આની સાથે 2014 પછી મોદી સરકારે બીજી વખત અવિશ્વાસ દરખાસ્તનો સામનો કરવો પડશે. લોકસભામાં મોદી સરકાર સામે પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ 20 જુલાઈ, 2018ના રોજ આવ્યો હતો. તે સમયે મોદીના વડપણ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ 325 સાંસદોએ અવિશ્વાસ દરખાસ્તની વિરુદ્ધમાં અને માત્ર 126એ તેના સમર્થન મતદાન કર્યું હતું.

હાલમાં લોકસભામાં 543 બેઠકો છે, જેમાંથી પાંચ ખાલી છે. બીજેપીની આગેવાની હેઠળના એનડીએ પાસે 330થી વધુ સભ્યો છે, વિપક્ષી ગઠબંધન પાસે 140થી વધુ સાંસદો છે અને લગભગ 60 સભ્યો એવા પક્ષોના છે, જે સત્તાપક્ષ કે વિપક્ષ સાથે જોડાયેલા નથી.

LEAVE A REPLY