ધ કેરાલા સ્ટોરીનો વિરોધ કરનાર શકીલ અફસરે ગયા વર્ષે મુહમ્મદ પયગંબર સાહેબની પુત્રીઓ પૈકીની એક ફાતિમા વિશેની ફિલ્મ ‘ધ લેડી ઓફ હેવન’ને સિનેમાઘરોમાંથી હટાવવાની ઝુંબેશનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. તે વખતે બ્રેડફર્ડ, બોલ્ટન અને બર્મિંગહામમાં સેંકડો લોકોએ તે ફિલ્મનો વિરોધ કર્યો હતો. જેને પગલે ‘ધ લેડી ઓફ હેવન’ ફિલ્મને સિનેમાઘરોમાંથી ઝડપથી પાછી ખેંચી લેવામાં આવી હતી.
આવી ફિલ્મોનો વિરોધ કરી પોતાની મનમાની કરતા તત્વો સામે પગલા લેવા સોસ્યલ મિડીયામાં ભારે ગણગણાટ થઇ રહ્યો છે. ખરેખર તો તમામ પક્ષોના નેતાઓ, સરકારના મિનિસ્ટર્સ અને વરિષ્ઠ રાજનેતાઓએ મૂળભૂત મૂલ્યો માટે આગળ આવીને પગલા લેવાની જરૂર છે. લોકો તેમના સ્થાનિક સિનેમામાં શું જોવા માગે છે તે પસંદ કરવા માટે જનતા સ્વતંત્ર હોવી જોઈએ. પોતાની ધાર્મિક માન્યતાઓ અને એજન્ડા ધરાવતા લોકોની માંગણીઓ અને ઇચ્છાઓને કોઇ પર થોપી શકાય નહિં.