(ANI Photo)
નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાનપદે ચૂંટાઈને રેકોર્ડ કર્યા પછી સોમવારે પોતાના 72 સભ્યોના પ્રધાનમંડળ માટે ખાતાઓની વહેચણી પણ મોડી સાંજે કરી દીધી હતી. ગૃહ, નાણાં, સંરક્ષણ, રેલવે, વિદેશ સહિતના અતિ મહત્ત્વના ખાતા ભાજપે પોતાની પાસે જ રાખ્યા હતા.
મોદી માટે 10 વર્ષ પછી પ્રથમવાર ગઠબંધન સરકાર ચલાવવાની જરૂર ઉભી થઈ છે. મહારાષ્ટ્રમાં બે સાથી પક્ષોએ કેબિનેટ કક્ષાનું પ્રધાનપદ નહીં મળતા પ્રધાનમંડળમાં જોડાવાનો ઈનકાર કર્યો છે, તે એક સમસ્યાનો ઉકેલ મોદી અને ભાજપ માટે ગઠબંધનને સાચવવાની કુનેહની કસોટી બની રહે તો નવાઈ નહીં. થોડું આશ્ચર્ય એ બાબતનું પણ છે કે, કેટલાક નેતાઓ સંસદમાં ચૂંટાયા છતાં તેમને પ્રધાનમંડળમાં નથી લેવાયા, તો કેટલાક નહીં ચૂંટાયેલાને પ્રધાનપદ અપાયું છે.

LEAVE A REPLY