The 'Last Film Show' started with a bang in Japan too

ઇન્ટરનેશનલ કક્ષાની ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ દુનિયાભરમાં ડંકો વગાડી રહી છે. દેશ-વિદેશના દર્શકોએ ફિલ્મની પ્રસંશા કરી છે. હવે, આ ફિલ્મને જાપાનમાં પણ રિલીઝ કરવામાં આવી છે. 95મા ઓસ્કારમાં આ ફિલ્મને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. પાન નલિન દિગ્દર્શિત’લાસ્ટ ફિલ્મ શો’નું વર્લ્ડ પ્રીમિયર ન્યૂયોર્કમાં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પોટલાઈટની ઓપનિંગ ફિલ્મ તરીકે યોજાયું હતું. ફિલ્મે સેમીન્સી 66મા વેલાડોલિડ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, સ્પેનમાં બેસ્ટ પિક્ચર, મિલ વેલી કેલિફોર્નિયા ખાતે ઓડિયન્સ ફેવરિટ એવોર્ડ, લોસએન્જલસના એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ પિક્ચર સ્નો લેપર્ડ, BAFICI આર્જેન્ટિના, ચીનના બીજિંગ ખાતે બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડિરેક્ટર માટે નામાંકન મેળવવાની સાથે વિશ્વભરમાંથી અનેક એવોર્ડ પોતાના નામે કર્યા છે.

જાપાનના જાણીતા શોચીકુ સ્ટુડિયોએ જાપાનના થીયેટર્સમાં લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)ને દર્શાવવાનું શરૂ કર્યું છે. જાપાનમાં રિલીઝના પ્રથમ દિવસે ટોકિયો વિવિધ 24 સિનેમાહોલમાં ફિલ્મને રજૂ કરવામાં આવી છે. દિગ્દર્શક પાન નલિન અને નિર્માતા ધીર મોમાયાએ પણ ત્યાં પ્રેક્ષકો સાથે સંવાદ કર્યો હતો અને તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું. શોચીકુના મુખ્ય સિનેમા શિનજુકુપિકાડિલી ખાતે પ્રખ્યાત સ્ટાર કેન કોગાની હાજરીમાં ફિલ્મના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘લાસ્ટ ફિલ્મ શો’ની રિલીઝને લઈને ઉત્સાહિત શોચીકુના એક્વિઝિશન હેડ રેઈકોહકુઈએ જણાવ્યું હતું કે, ‘અમે જયારે ફિલ્મ જોઈ ત્યારે આ સુંદર અને પ્રેરણાદાયી કથાના પ્રેમમાં પડી ગયા હતા. આ ફિલ્મ માત્ર સિનેમા માટેનો પ્રેમ પત્ર નથી પણ પરિવાર, મિત્રો પ્રત્યેની લાગણીનું બંધન રાખ્યા વગર સ્વપ્નને અનુસરવાની એક સાચી દિશા દર્શાવે છે. જે શુદ્ધ નિર્દોષતાથી ભરપૂર છે. જાપાનના પ્રેક્ષકોને ભારતની આ અદભુત ફિલ્મથી પરિચિત કરાવવા માટે અમે તૈયાર છીએ.

LEAVE A REPLY