રાજ્યાભિષેક સમારોહમાં હિન્દુ ધર્મ અને ભક્તિવેદાંત મનોરનું પ્રતિનિધિત્વ કરનાર વિશાખા દેવી દાસીએ કહ્યું હતું કે “મહારાજા ચાર્લ્સના રાજ્યાભિષેકના ઐતિહાસિક અવસર પર વિવિધ આધ્યાત્મિક માર્ગોના આદરણીય નેતાઓ સાથે મળીને ઊભા રહેવનો મને વિશેષાધિકાર મળતાં મને આનંદની લાગણી થઈ હતી. રાજાની આંતરધર્મ સંવાદિતાની સતત ચેમ્પિયનિંગ અને તમામ આધ્યાત્મિક માર્ગોના અનુયાયીઓ માટે તેમનો આદર પ્રખ્યાત છે. તે અદ્ભુત છે કે આ નૈતિકતાને રાજ્યાભિષેક વખતે ઉજવવામાં આવી હતી. વિવિધ સમુદાયો વચ્ચે સંવાદિતા જગાડવા માટે રાજાની ચાલુ પ્રતિબદ્ધતાનો આ રાજ્યાભિષેક એક ભાગ બની રહ્યો હતો.”