ધ ખાન પુસ્તક લંડનની સફળ લૉયર જિયા ખાન પર આધારિત છે. જિયા તેના 20ના દાયકાના પ્રારંભમાં તેના ઉછેર અને સમુદાયના તમામ ધોરણોને તોડી લંડનમાં ખૂબ જ પ્રતિષ્ઠિત વકીલ બનવા તેના વતનની ભાગી છે અને 40ના દાયકામાં જજ બનવા પ્રયાસ કરે છે. તે નોર્ધર્ન ઇંગ્લેન્ડની લાંબી શેરીઓને બાળપણથી જાણે છે, જ્યાં તેના પિતા, અકબર ખાને એક સમયે પાકિસ્તાની સમુદાયનું નેતૃત્વ કર્યું હતું અને સ્થાનિક ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવી હતી. ઘણીવાર તેઓ પાકિસ્તાનની જૂની, હિંસક અને લોહિયાળ પ્રથા જીરગા શાસન મુજબ ન્યાય તોળતા. પરંતુ જિયાના પિતા અને તેમના નાના ભાઇની હત્યા સાથે, જિયાને પિતાનું સ્થાન લેવા માટે પાછા ફરવું પડે છે.
જિયા ખાન હંમેશા પુરૂષો કરતા બમણી અને શ્વેત માણસો કરતા ચાર ગણી વધુ સારા હોવાના ધ્યેય સાથે જીવે છે. તેને પંદર વર્ષ બાદ જાતે જ લાદવામાં આવેલા દેશનિકાલ પછી પોતાની બહેનના લગ્ન માટે ઘરે બોલાવવામાં આવે છે. ત્યારે જ્યાં જન્મી હતી તે શહેરમાં તેના જૂના ડાઘ અને ઘા તાજા થાય છે.
ધ ખાન એક મહત્વપૂર્ણ કથા છે જેના લેખક સાઇમા મીરે ‘ક્રાઇમ બોસ’ના જૂના ટ્રોપ્સ લીધા છે અને તેમણે જીયાનું એક જટિલ, બહુસ્તરીય પાત્ર બનાવ્યું છે. જે તેની આસપાસના પુરુષોને વશ થવાનો ઇનકાર કરે છે. જિયા ખાન શાંતિ જાળવવા માટે તેના શસ્ત્રાગારમાંના તમામ કૌશલ્યોનો ઉપયોગ કરવા માટે તૈયાર છે અને જ્યારે તેના પર દબાણ કરવામાં આવે ત્યારે બદલો લેવા માટે પણ તૈયાર છે.
ધ ખાન પુસ્તકના લેખક સાયમા મીર કથામાં વાસ્તવિક, જટિલ પાત્રો બનાવે છે જેમને ઘણીવાર મુશ્કેલ પસંદગીઓનો સામનો કરવો પડે છે. ધ ખાન ડ્રગ્સ અને હિંસાથી તબાહ થયેલા અને હિંસક ગુનેગાર ટોળકીની એડી હેઠળ રાખવામાં આવેલા સમુદાયોને થતા નુકસાનની ઝલક પણ આપે છે.
લેખક પરિચય:
સાયમા મીર એવોર્ડ વિજેતા પત્રકાર છે. તેમણે ટેલિગ્રાફ એન્ડ અર્ગસ ખાતે તેમણે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે બીબીસી માટે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તેમને કોમનવેલ્થ બ્રોડકાસ્ટ એસોસિએશનનો વર્લ્ડ વ્યુ એવોર્ડ પણ એનાયત થયેલો છે. ધ ટાઈમ્સ અને ધ ઈન્ડિપેન્ડન્ટ સહિત અસંખ્ય પ્રકાશનો માટે લખ્યું છે. પિકાડોર પુસ્તક ‘ઇટ્સ નોટ અબાઉટ ધ બુરખા’ માટે સાયમાનો નિબંધ ગાર્ડિયનના વીકએન્ડ સપ્લીમેન્ટમાં પણ પ્રસિધ્ધ થયો હતો અને બે દિવસમાં તેને 250,000થી વધુ હિટ્સ મળી હતી.
પુસ્તક સમિક્ષા
* ‘કલ્પનામાં ભાગ્યે જ ચિત્રિત કરવામાં આવેલી આ દુનિયાની આકર્ષક ઝલક.’ – ગાર્ડિયન
* ‘બોલ્ડ, એડિક્ટીવ અને તેજસ્વી. – સ્ટાઈલિશ
* ‘આબરૂદાર અને તીક્ષ્ણ – કોસ્મોપોલિટન
Product details:
- Book: The Khan
- Author: Saima Mir
- Publisher : Point Blank
- Price: £8.99