The Kashmir Files' controversy
ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન (ANI Photo)

ઇઝરાયેલના એક ફિલ્મમેકર નાદવ લેપિડે ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)માં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને “પ્રોપેગેન્ડા” અને “વલ્ગર ફિલ્મ” ગણાવી હતી અને તેનાથી ભારતમાં વિવાદ થયો હતા. ઇઝરાયેલના ફિલ્મમેકરના નિવેદન બાદ ભારત ખાતેના ઇઝરાયેલના રાજદૂતે યજમાન ભારતની માફી માગી હતી અને ફિલ્મ મેકરની આકરી ટીકા કરી હતી.

રાજદૂત નાઓર ગિલોને લેપિડે જ્યુરી પેનલ માટેના ભારતીય આમંત્રણનો “સૌથી ખરાબ રીતે” દુરુપયોગ કર્યો છે. “ભારતીય સંસ્કૃતિમાં અતિથિ ભગવાન સમાન છે. ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે લેપિડને “શરમ આવવી જોઈએ”. તમે જ્યુરીની પેનલની અધ્યક્ષતા માટેના ભારતીય આમંત્રણનો તેમજ તેઓએ તમારા પર મૂકેલા વિશ્વાસ, આદર અને ઉષ્માભર્યા આતિથ્યનો સૌથી ખરાબ રીતે દુરુપયોગ કર્યો છે.”

રાજદૂતે જણાવ્યું હતું કે હું કોઈ ફિલ્મ નિષ્ણાત નથી, પરંતુ હું જાણું છું કે ઐતિહાસિક ઘટનાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા પહેલા તેના વિશે વાત કરવી અસંવેદનશીલ અને અહંકારી છે. આ ઘટના ભારત માટે એક ખુલ્લો ઘા છે. કારણ કે તેના પીડિતો હજુ પણ આપણી આસપાસ છે અને હજુ પણ કિંમત ચૂકવી રહ્યા છે.

LEAVE A REPLY