પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સરકારે ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબરથી ડિસેમ્બર કવાર્ટર માટે પાંચ વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ સ્કીમનો વ્યાજ દર ૬.૫ ટકાથી વધારી ૬.૭ ટકા કર્યો હતો. જોકે અન્ય નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી

નાણા મંત્રાલયના સર્કયુલર અનુસાર સેવિંગ ડિપોઝીટ પરનો વ્યાજ દર ચાર ટકા અને એક વર્ષની ટર્મ ડિપોઝીટ પરનો વ્યાજ દર ૬.૯ ટકા યથાવત રાખવામાં આવ્યો છે. બે વર્ષ અને ત્રણ વર્ષની ટર્મ ડિપોઝીટ પરનો વ્યાજ દર સાત ટકા અને પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટ પરનો વ્યાજ દર ૭.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો છે. સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજ દર ૮.૨ ટકા યથાવત રાખવામાં આવ્યો છે.મન્થલી ઇન્કમ એકાઉન્ટ સ્કીમના વ્યાજ દર ૭.૪ ટકામાં કોઇ ફેરફાર કરાયો નથી.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પરનો વ્યાજ દર ૭.૭ ટકા અને પીપીએફ પરનો વ્યાજ દર ૭.૧ ટકા યથાવત રાખવામાં આવ્યો છે.કિસાન વિકાસ પત્ર પરના વ્યાજ દર ૭.૫ ટકામા કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. લોકપ્રિય સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર પણ આઠ ટકાએ યથાવત રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ફેરફાર કરે છે.

LEAVE A REPLY