ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના એક છબરડાને કારણે ટેસ્ટ રેન્કિંગમાં ભારતની ક્રિકેટ ટીમ થોડા કલાકો માટે નંબર વન સ્થાને આવી ગઈ હતી. જો કે પછી ICCએ પોતાની ભુલ સુધારી હતી અને નવા રેન્કિંગની જાહેરાત કરી હતી. નવા રેન્કિંગમાં ભારત બીજા સ્થાન પર યથાવત છે.
આઇસીસીએ એક યાદીમાં જણાવ્યું હતું કે ICC સ્વીકારે છે કે, 15 ફેબ્રુઆરી, 2023ના રોજ ટૂંકા ગાળા માટે તકનીકી ભૂલને કારણે ICC વેબસાઇટ પર ભારતને ભૂલથી નંબર 1 ટેસ્ટ ટીમ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ.”
નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ભારતનો વિજય થયો હતો. ભારતીય સ્પિન જોડી – રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા તેમના રેન્કિંગ મોટો વધારો કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રમતના ત્રણેય ફોર્મેટમાં રેન્કિંગમાં ટોચ પર છે. અશ્વિન બોલરોની રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કરવાની નજીક ગયો જ્યારે જાડેજા રેન્કિંગમાં ઊંચે ગયો છે. બંને સ્પિનરોએ સંયુક્ત રીતે 15 વિકેટ લઈને ઓસી બેટ્સમેનોને અંકુશમાં રાખ્યા હતા. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રમાશે.