(ANI Photo)

ઈન્ડિયન નેવીએ આશરે 40 કલાકનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ત્રણ મહિના પહેલા એડનની ખાડીમાં હાઇજેક કરાયેલા માલ્ટાના જહાજ એમવી રૂએનને શનિવારે મુક્ત કરાવ્યું હતું. નૌકાદળે શનિવારે 35 સોમાલી ચાંચિયાઓને આત્મસમર્પણ કરવાની ફરજ પાડી હતી અને અને અપહરણ કરાયેલા જહાજ પર બંધક બનાવવામાં આવેલા 17 ક્રૂ સભ્યોને બચાવ્યા હતા, એમ નેવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

આશરે એક મિલિયન ડોલરના 37,800 ટનથી વધુના કાર્ગો સાથેના આ જહાજને રવિવારે ભારતમાં લાવવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવીએ આ પરોશનમાં યુદ્ધ જહાજ INS સુભદ્રા, ડ્રોન, P8I પેટ્રોલિંગ એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો.

ઓપરેશન હાથ ધરતા પહેલા નેવીએ ચાંચિયાઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. મરીન કમાન્ડોને આદેશ આપવામાં આવ્યો હતો કે જો લૂંટારુઓ આત્મસમર્પણ ન કરે તો તેમની સામે ઓપરેશન શરૂ કરવામાં આવે. નેવીએ ઓપરેશન સંકલ્પ હેઠળ આ રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.

નેવીએ કહ્યું હતું કે 14 ડિસેમ્બરે પણ ચાંચિયાઓએ માલ્ટાના જહાજ MV રુએનને હાઇજેક કર્યું હતું. તેઓ આ જહાજનો ઉપયોગ દરિયામાં લૂંટ કરવા માટે કરતા હતાં.

 

LEAVE A REPLY