
ભારતીય નૌકાદળના નિર્માણાધિન એક યુદ્ધ જહાજને સુરત નામ આપવામાં આવ્યું છે. સુરત શહેરના જહાજ નિર્માણના ગૌરવભરી વિરાસતના બહુમાન માટે ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધજહાને શહેરનું નામ આપવામાં આવ્યું છે. રાજ્યપ્રધાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નૌકાદળના વડા (CNS) એડમિરલ આર હરિ કુમાર તેની પ્રતિકૃતિનું અનાવરણ કર્યું હતું.
ભારતીય નૌકાદળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ને યુદ્ધ જહાજ ‘સુરત’નું એક મોડેલ આપશે જે લોકો જોવા માટે મૂકવામાં આવશે.યુદ્ધ જહાજ ‘સુરત’ ક્રેસ્ટની ટોચ પર ખંભાતના અખાતના દક્ષિણ પ્રવેશદ્વાર પર સ્થિત હજીરા ખાતેની પ્રખ્યાત દીવાદાંડી દર્શાવે છે. ક્રેસ્ટ પર એશિયાટિક સિંહ છે, જે ભવ્યતા અને શક્તિનું પ્રતીક છે.
આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે યુદ્ધ જહાજના ચિહ્નને અપાયેલા સુરત નામથી આખા ગુજરાતનું સન્માન વધ્યું છે. પ્રાચીન કાળમાં દરિયા વેપાર માટે સુરત દેશ-વિદેશમાં પ્રસિદ્ધ હતું. વેપારી સંબધો જાળવી રાખવામાં સુરતની મહત્વની ભૂમિકા રહી છે. સુરતનો દરિયાઈ તટ પ્રાચીનકાળથી જ ગૌરવશાળી ઇતિહાસ ધરાવે છે. મરીન કમાન્ડો અને તટ રક્ષક દરિયાઈ સીમાની સુરક્ષા માટે હંમેશાથી સજ્જ રહ્યા છે. ભારત હવે ડિફેન્સ સેક્ટરના મેન્યુફેક્ચરિંગમાં પણ આત્મનિર્ભર બન્યું છે.
નૌકાદળના વડા (CNS) એડમિરલ આર હરિ કુમાર જણાવ્યું હતું કે ગુજરાતની આર્થિક રાજધાની તરીકે સુરતને ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે સુરત યુદ્ધ જહાજનું નામ શહેર પરથી રાખવામાં આવેલ છે. સુરતની વાત કરવામાં આવે તો પ્રાચીન સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ આ ધરાવે છે. એટલું જ નહીં શીપ બિલ્ડીંગના વારસા માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત છે. હવેથી ભારતીય નૌસેના અને સુરત વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બની રહેશે. આ જહાજ 320 લોકોની કેપિસિટી છે. વિવિધ સિસ્ટમ સુવિધાઓ છે
