BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનને રોયલ મેઈલના ‘ડાઇવર્સિટી એન્ડ કોમ્યુનિટી’ કોરોનેશન સ્ટેમ્પમાં દર્શાવવામાં આવ્યું છે. કિંગ ચાર્લ્સ III અને રાણી કેમિલાના રાજ્યાભિષેકની યાદમાં ખાસ સ્ટેમ્પ્સનો સમૂહ મે મહિનામાં રજૂ કરાયો હતો અને આ સ્ટેમ્પ સેટમાંના ચાર નવી સ્ટેમ્પમાંથી એક છે.
‘ડાઇવર્સીટી એન્ડ કોમ્યુનિટી’ સ્ટેમ્પમાં સમાવેશ કરવા માટે મંદિરનું કલાત્મક અર્થઘટન પસંદ કરવામાં આવ્યું હતું, જે બહુ-ધર્મીય સમુદાય અને સમકાલીન બ્રિટિશ સમાજની સાંસ્કૃતિક વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. આ સ્ટેમ્પમાં દેશભરમાં જોવા મળતા કેટલાક સૌથી પ્રતિષ્ઠિત પૂજા સ્થાનોનો સમાવેશ થાય છે.
યુકેના ધાર્મિક લેન્ડસ્કેપનો એક અભિન્ન ભાગ હોવાના નીસ્ડન મંદિરની પુષ્ટિ કરે છે.
રોયલ મેઇલના ડાયરેક્ટર ઓફ એક્સ્ટર્નલ અફેર્સ એન્ડ પબ્લિક પોલીસી ડેવિડ ગોલ્ડ, સ્ટેમ્પ્સના ડિઝાઇનર એન્ડ્રુ ડેવિડસન અને એટેલિયર વર્ક્સના ડિઝાઇન કન્સલ્ટન્ટ ઇયાન ચિલ્વર્સ સાથે 24 મે 2023ના રોજ નીઝડન મંદિર ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ઔપચારિક રીતે ‘ડાઇવર્સિટી એન્ડ કોમ્યુનિટી કોરોનેશન સ્ટેમ્પ પ. પૂ. મહંત સ્વામી મહારાજને પ્રસ્તુત કરવા માટે જોડાયા હતા.
ડેવિડ ગોલ્ડે કહ્યું હતું કે “આ એક એવી જગ્યા છે જે આપણા બધાનું હૃદય ખોલે છે, ભલે આપણી શ્રદ્ધા હોય કે આપણને બિલકુલ વિશ્વાસ ન હોય. મને ગર્વ છે કે એક નમ્ર સ્ટેમ્પ આ મહાન મંદિરની છાપ ધરાવે છે.”
ડેવિડસને કહ્યું હતું કે ‘’સૌથી અઘરી અને સૌથી સંવેદનશીલ બાબત એ હતી કે આ નાના ટાપુને શેર કરતા તમામ ધર્મોને ન્યાયી અને આદરપૂર્વક રજૂ કરવા. વ્યક્તિગત દૃષ્ટિકોણથી, મને લાગ્યું હતું કે આ મંદિર તમારા વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરવા માટે સૌથી યોગ્ય છે.”