આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ગુરુવારે દાવો કર્યો હતો કે તેઓ રાત્રે તપાસ માટે નીકળ્યા ત્યારે દારુના નશામાં ધૂત એક વ્યક્તિએ તેમની છેડતી કરી હતી અને 10થી 15 મીટર સુધી કાર સાથે ઢસડ્યા હતા. કથિત ઘટના દિલ્હી AIIMSની બહાર બની હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે જો દિલ્હીમા મહિલા પંચના વડા સુરક્ષિત ન હોય તો બીજા મહિલાની હાલત કેવી હશે. આ ઘટનાને પગલે પોલીસે દક્ષિણ દિલ્હીના સંગમ વિહારમાં રહેતા 47 વર્ષીય વ્યક્તિ હરીશ ચંદ્રાની ધરપકડ કરી હતી.
રાષ્ટ્રીય મહિલા પંચે પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. માલીવાલે જણાવ્યું હતું કે તેઓ પોતાની ટીમ સાથે દિલ્હીમાં મહિલા સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યાં હતા. માલીવાલની ટીમ ઘટના સમયે તેમનાથી થોડી દૂર હતી. નશાની હાલતમાં એક કારચાલકે મને પરેશાન કરતો હતો અને મેં તેને પકડી લીધો હતો. તેને મારો હાથ બારી હતો ત્યારે કાચ બંધ કરી દીધો હતો અને કાર સાથે મને ઢસડી હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર (દક્ષિણ) ચંદન ચૌધરીએ જણાવ્યું હતું કે એક પેટ્રોલિંગ વાહને તેમને સવારે 3.05 વાગ્યાની આસપાસ AIIMSની સામે ફૂટપાથ પર જોયા હતા અને પૂછપરછ કરી હતી કે શું તે તકલીફમાં છે. માલીવાલે તેમની અગ્નિપરીક્ષા વર્ણવ્યા પછી, પોલીસે કારને ટ્રેક કરી અને તેના ડ્રાઈવર હરીશ ચંદ્રાની ધરપકડ કરી હતી. .